Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Maruti Suzukiની Celerio X BS-VI ભારતમાં લોન્ચ

Maruti Suzukiની Celerio X BS-VI ભારતમાં લોન્ચ

0
722

મારૂતિ સુઝુકીએ Celerio X BS6ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. તેની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 4.90 લાખથી 5.67 લાખ રૂપિયા સુધી છે. આ Celerio X BS4થી 10000 રૂપિયા સુધી વધુ છે. કેટલાક અઠવાડિયા પહેલા કંપનીએ Celerioને BSVI ​કંપ્લાયન્ટ બનાવી હતી. Celerio X BSVI મોડલને પણ VXi, VXi (O), VXi AGS, VXi (O) AGS, ZXi, ZXi (O) અને ZXi AGS व ZXi (O) AGS વેરિએન્ટમાં મળશે.

Celerio અને Celerio X બન્નેમાં એક જેવા પેટ્રોલ એન્જિન છે. આ 998cc,3 સિલિન્ડર યૂનિટ છે. જે 68hpપાવર અને 90Nmનું ટાર્ક જનરેટ કરે છે. બન્ને કારને BSVI મોડલ પણ BSIV મોડલ જેમ આઉટપુટ આપશે. જોકે, માઈલેજ હવે ઘટીને 21.63kmpl થઈ ગયું છે, જે પહેલા 23.1kmpl હતું. Celerio અને Celerio Xમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AGS ટ્રાન્સમિશન છે. Celerio Xમાં CNG ઓપ્શન નથી.

સેફ્ટી ફીચર્સ: Celerio Xમાં ડ્રાઈવર એયબેગ, EBDની સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ અલર્ટ વાર્નિગ અને ફ્રન્ટ પેસેન્જર્સ માટે સીટ બેલ્ટ રિમાઈન્ડર્સ, પેડસ્ટ્રેન પ્રોટેક્શન,ઈમોબિલાઈજર જેવા સ્ટેન્ડર્ડ સેફ્ટી ફીચર્સ છે. કારના (O) વર્જન્સમાં 4000 રૂપિયા વધુ આપીને પેસેન્જર એરબેગ પણ મળશે. કારમાં બ્લેક રૂફ રેલ,બ્લેક પેન્ટેડ ORVMs, પાવર વિન્ડોજ,સેન્ટ્રેલ ડોર લોક, પાવર સ્ટિયરિંગ,ઓટો ગિયર શિફ્ટ જેવા ફિચર્સ છે. મારુતિ સુઝુકીએ Celerio Xને 2017મા રજુ કરી હતી.

ફેબ્રુઆરીમાં વેચાણ 1.1% ઘટાડો

મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)ની ફેબ્રુઆરીમાં વેચાણ 1.1 ટકા ઘટીને 1,47,110 યૂનિટ રહ્યું હતું. એક વર્ષ પહેલા કંપનીએ 1,48,682 વાહન વેચ્યા હતા. જાન્યુઆરીમાં 2020માં મારુતિના વેચાણમાં 1.6 ટકા વઘારો નોંધાયો હતો. ફેબ્રુઆરી 2020માં કપનીનું ઘરેવુ વેચાણ 1.6 ટકા ઘટીને 1,36,849 યૂનિટ કહ્યું હતું. જે એક વર્ષ પહેલા સમાન મહિનામાં 1,39,100 યૂનિટ રહ્યું હતું. કોમ્પેક્ટ સેગમેટમાં સ્વિફ્ટ, સેલેરિયો, ઈન્ગિસ,બલેનો અને ડિઝાયરનું વેચાણ 3.9 ટકા ઘટિને 69,828 યૂનિટ કહ્યું હતું. જે એક વર્ષ પહોલા સમાન મહિનામાં 72,678 યૂનિટ કહ્યું હતું.

એક્શનથી ભરપૂર ‘સૂર્યવંશી’નું ટ્રેલર રિલીઝ, અક્ષય-અજય અને રણવીરની ધમાકેદાર એન્ટ્રી