Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે -CM રૂપાણી

‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવું છે -CM રૂપાણી

0
40
  • ગુજરાતમાં કોરાનાના કેસો સ્ટેબલ થઇ રહયા છે,છતાં સરકાર યુદ્ધના ધોરણે મેડીકલ સુવિધાઓ વધારતી રહેશે
  • ગુજરાતમાં ઓકિસજનના 15થી 20 પ્લાન્ટ બની રહયા છે, જૂનાગઢને પુરતો ઓકિસજન અપાશે: મુખ્યમંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રુપાણીએ ‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’ (Maru Gam Coronamukta Gam) અભિયાન થકી ગુજરાતને કોરાનામુકત કરવા ફરી પુનર્ચ્ચાર કર્યો છે. CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં કોરોનાના કેસો હવે સ્ટેબલ થ ઇ રહ્યા છે. તેમ છતાં તેમની સરકાર યુદ્ધના ધોરણે જ મેડિકલ સુવિધાઓ વધારતી રહેશે.

સીએમ રુપાણીએ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટીતંત્રને કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા અને કોરોનાના તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપી હતી.

ટેસ્ટિંગ,ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકીને દિશા દર્શન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,. સંક્રમણ વધ્યુ છે ત્યારે આવા સંજોગોમાં જૂનાગઢ જિલ્લાને હેમખેમ પાર પાડવો છે. કોરોનાનુ સંક્રમણ ઘટાડવા મારૂ ગામ કોરોના મુક્ત અભિયાનની ઝુંબેશને વધુ વેગવાન બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ

ગામડાઓમાં પણ વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે

મારૂ ગામ કોરોના મુકત (Maru Gam Coronamukta Gam) થકી ગામડાઓમાં પણ વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે થઈ રહી છે. સૈાના સહકારથી ગુજરાતને કોરોનામુકત કરવું છે. રાજય સરકારે ઓકિસજન,રેમડેસીવેર ઈનજેકશન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહયા છે. પરંતુ આપણે અતિ વિશ્વાસમાં રહેવું નથી ગુજરાતમાં ઓકિસજનના નવા પ્લાન્ટ બની રહયા છે. હવામાંથી સીધો જ ઓકિસજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતમાં ઓકિસજનનો સપ્લાય વધારવો છે.

જૂનાગઢની સ્થિતિની સમીક્ષા કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના 491 ગામોમાં ઘરે ઘરે આરોગ્‍ય કાર્યકર આશાવર્કર બહેનો દરરોજ સર્વેલન્સ કરશે. જે લોકોને શરદી, તાવ, ઉધરસ હોય તેનું કોરોનાનું ટેસ્ટીંગ થશે. ગામડાઓમાં જ શાળા, સમાજની વાડીમાં આઇસોલેશન સેન્ટર બનાવાશે. ત્યાં જ દર્દીને સારવાર આપવામાં આવશે. આ કામગીરીની શરૂઆત સંસદસભ્યો, ધારાસભ્યો, પંચાયત સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓના સહકારથી થઈ રહી છે.

કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કપરા સમયમાં તંત્ર, સમાજ, સંસ્થાએ સાથે મળીને જવાબદારી નિભાવવાની છે. તેમણે લોકોને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ 15 મે સુધી દરેક ગામ કોરોના મુક્ત રહે એ માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યોને પણ ગામના પ્રવાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 15 માર્ચથી અત્યાર સુધી રાજ્ય સરકારે દિવસ રાત જોયા વગર ઓછામાં ઓછું સંક્રમણ થાય, લોકોને વધુને વધુ સારવાર માટે નિર્ણયો લીધા છે. વ્યવસ્થાઓ ગોઠવી છે. Maru Gam Coronamukta Gam

આ પણ વાંચોઃ

મુખ્યમંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતુ કે 15 માર્ચે રાજ્યમાં 41 હજાર બેડ હતા. આજે 1 લાખથી વધુ છે. 15 માર્ચે 18 હજાર ઓક્સિજન બેડ હતા. આજે 57 હજાર બેડ છે. 215 ટન ઓક્સિજનનો વપરાશ હતો. આજે 1100 ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં 15 માર્ચ પછી બેડની સંખ્યા વધારવામાં આવી છે. જિલ્લામાં કુલ 2 હજાર બેડ છે. હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડની સુવિધા, દવા, ઇન્જેક્શનનો પૂરતો જથ્થો જળવાઇ રહે તે અંગે વહિવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat