Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મને ગેમાં જ ઈન્ટરેસ્ટ છે! લગ્નની પ્રથમ રાત્રે પત્નીને પડતી મૂકી પતિ ભાઈ-ભાભી સાથે સંતાકૂકડી રમતો

મને ગેમાં જ ઈન્ટરેસ્ટ છે! લગ્નની પ્રથમ રાત્રે પત્નીને પડતી મૂકી પતિ ભાઈ-ભાભી સાથે સંતાકૂકડી રમતો

0
126

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ના પહેલા જ દિવસે તેનો પતિ ગે હોવાની વાત સામે આવતા તેના પર માથે આભ ફાટી નિકળ્યું હોય તેવી સ્થિતી જોવા મળી હતી. પહેલી રાતના દિવસે તેનો પતિ ભાઈ અને ભાભી સાથે સંતાકુકડી રમવા લાગ્યો હતો. તેની સાથે થયેલા આ અન્યાયને લઈ તેણીએ પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાધા હતા પરતું કોઈ પણ પોલીસે સ્ટેશનમાં તેને ન્યાય મળ્યો ન હતો. જેથી પિરણીતાએ અંતે સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, યુવતીના લગ્ન 8 ફેબ્રુઆરી 2019ના રોજ લગ્ન થયા હતા.જો કે, લગ્ન પહેલા આ બન્ને એકબીજા સાથે ઘણો ઓછો સમય પસાર કરતા હતા. જેથી યુવતી તેને સારી રીતે ઓળખી શકી ન હતી. જયારે લગ્નના પહેલી રાતને સ્પેશિયલ મુવમેન્ટમાં કેદ કરવા માટે આ લોકોએ સાણંદ પાસે એક રિસોર્ટ બુક કરાવ્યું હતુ. આ રિસોર્ટમાં યુવકના ભાઈ અને તેના ભાભી પણ આવ્યા હતા. યુવક તેની પત્ની સાથે રહેવાને બદલે રિસોર્ટમાં ભાઈ અને ભાભી સાથે સંતાકુકડી રમવા લાગ્યો હતો. ત્યારબાદ તેની પતિની સમગ્ર માહિતી તેની સામે આવતા તેના પર આભ ફાટ્યો હોય તેવી હાલત તેની થઈ ગઈ હતી.

જો કે, યુવતીએ પતિને સુધરવાનો મોકો પણ આપ્યો હતો. પરંતુ પતિનાં લક્ષણો ના બદલાયા અને સમગ્ર મામલે યુવતીના સસરા જેઓ નાયબ મામલતદાર છે. તેમને જાણ હોવા છતાં કોઈ પગલાં લેવાને બદલે પુત્રનો સાથ આપ્યો અને પોલીસ ફરિયાદ ના થવા દેવાના પૂરા પ્રયત્ન કર્યા હતા.

આ અંગે યુવતીએ જણાવ્યું છે કે, સુહાગરાતે બંને વચ્ચે શારીરિક સંબંધને બદલે ચારેય જણા દોડ-પકડ અને સંતાકૂકડીની રમત રમ્તા હતાં. આટલું જ નહિ, લગ્નના અનેક દિવસો સુધી યુવતી સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હતો અને યુવતીને પતિ તરફથી સુખ પણ મળતું નહોતું, જેથી યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા ગઈ હતી. ત્યાર બાદ તેણે પતિનો ફોન ચેક કરવાનું શરૂ કર્યું. પતિનો ફોન ચેક કરતાં જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.​​​​​​​

પતિના ફોનમાં 2 વ્હોટ્એપ અકાઉન્ટ હતાં, જેમાંથી એક અકાઉન્ટ નોર્મલ હતું, જેમાં પરિવાર અને અન્ય મિત્રો હતા, જ્યારે બીજું અકાઉન્ટ જોયું ત્યારે પતિ અન્ય યુવકો સાથે સંપર્કમાં હતો અને તમામ સાથે સેક્સની અને અન્ય વાતો કરેલી હતી. ઉપરાંત પતિના મોબાઈલમાંથી ગ્રિન્ડર નામની એપ્લિકેશન મળી હતી, જેમાં યુવકો અન્ય યુવકો સાથે સંપર્ક કરતા અને બાદમાં વ્હોટ્સએપ પર વાત કરીને એડ્રેસ અને નામ મેળવીને મળતાં બાદમાં યુવકો વચ્ચે શારીરિક સંબંધ બાંધતા હતા. પોતાના પતિનું આ રૂપ જોઈને યુવતી સ્તબ્ધ થઈ હતી.​​​​​​​

લગ્ન પહેલાથી જ પતિના અન્ય પુરુષો સાથે સંબંધ

આ બાબતની ગંભીરતા લઈ યુવતીએ તમામ પુરાવા લઈ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, તેના પતિને 18-20 યુવકો સાથે શારીરિક સંબંધ હતા, જેમાં મોટા ભાગના લોકો હાઈ પ્રોફાઈલ છે, જેમાં ગાયનેક ડોકટર, બેંક મેનેજર, વેપારી સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે તેના પતિ સાથે શારીરિક સંબંધ રાખે છે અને અન્ય યુવકો પણ પૂરા પાડે છે. આ લગ્ન અગાઉથી જ ચાલતું હતું તો લગ્ન શા માટે કર્યા એ પણ યુવતીએ પ્રશ્ન પતિને પૂછ્યો હતો, જેના બદલામાં યુવતીને કોઈ જવાબ મળ્યો ન હતો.​​​​​​​

સસરા ઉચ્ચા હોદ્દા પર હોવાથી પોલીસ મથકે ફરિયાદ લેવામાં આવતી ન હતી

યુવતી સમગ્ર મામલે ફરિયાદ કરવા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સસરા નાયબ મામલતદાર હોવાથી તેની ફરિયાદ નહોતી લેવાઈ અને મહિલા પોલીસ સ્ટેશન તરફથી તેના રહેણાક વિસ્તાર પાલડીમાં ફરિયાદ લેવાશે એવું જણાવ્યું હતું, પરંતુ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લેવાઈ ન હતી. માત્ર અરજી જ લેવામાં આવી હતી, જેની તપાસ પણ થઈ ન હોતી. યુવતીને તેના પતિ અને સસરા તરફથી પરેશાન પણ કરવામાં આવતી હતી અને ઘરની બહાર નીકળતાં તેને હેરાનગતિ પણ કરવામાં આવતી હતી.​​​​​​​

અંતે સુરેન્દ્રનગર મહિલા પોલીસે ફરિયાદ નોંધી

યુવતી કંટાળીને પોતાના વતન સુરેન્દ્રનગર રહી હતી અને ત્યાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરીને જાન્યુઆરી 2021માં ફરિયાદ લીધી હતી. સસરા નાયબ મામલતદાર હોવાને કારણે યુવતીની ફરિયાદમાં યોગ્ય તપાસ ના થતી હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. પોલીસે નિવેદન માટે 7 દિવસની સમય આપ્યો હતો છતાં પતિ અને સસરા જવાબ લખવવા આવ્યા નહોતા અને હાઇકોર્ટમાંથી 1 મહિનાનો સ્ટે લઈ આવ્યા હતા, જેમાં તેઓ સમાધાન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ યુવતીને ન્યાય જ જોઈએ છે.​​​​​​​

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક ફોટો)