Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > GST પર અનેક રાજ્યની સરકાર કેન્દ્રથી નારાજ, આજે કાઉન્સિલની બેઠક

GST પર અનેક રાજ્યની સરકાર કેન્દ્રથી નારાજ, આજે કાઉન્સિલની બેઠક

0
183

નવી દિલ્હી: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના બાકીને લઈને અનેક રાજ્યો કેન્દ્ર સરકારથી નારાજ છે. આ દરમિયાન GST કાઉન્સિલની આજે બેઠક થવા જઈ રહી છે. હવે એવું મનાય છે કે, આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને GSTનું વળતર ચૂકવવા અંગે ચર્ચા થશે.

GST કાઉન્સિલની 41માં બેઠક પર સૌની નજર એટલા માટે પણ છે, કારણ કે એક દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીએ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં GST કમ્પન્સેશનનો મુદ્દો ઉછળ્યો હતો. મુખ્યમંત્રીઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તેમના રાજ્યોમાં રેવન્યૂ પર માઠી અસર થઈ છે. એવામાં આર્થિક સ્થિતિ ઘણી જ કથળી ગઈ છે.

બુધવારે સોનિયા ગાંધી સાથે મીટિંગમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યોમાંથી જમા થયેલો ટેક્સ જ રાજ્યોને નથી મળી રહ્યો. હવે આવામાં અમે સરકાર કેવી રીતે ચલાવીએ? મહામારીનો સામનો કેવી રીતે કરીએ?

આ પણ વાંચો: ‘જો એક્ઝામમાં વિલંબ થયો તો..!’ વિશ્વભરના 150 શિક્ષણવિદોનો PM મોદીને પત્ર

GST કાઉન્સિલની બેઠક પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ 39,300 અંકને પાર
આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ટેક્સ સ્લેબમાં ફેરફારને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા સંભવ છે. આથી આ બેઠક પહેલા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 અંકના ઉછાળા સાથે 39,300 અંકને પાર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત સેન્સેક્સ આ અંક પર પહોંચ્યો છે.

જણાવી દઈએ કે, કેટલાક રાજ્યોએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. જો કે હજુ સુધી કોઈ પ્રત્યુતર નથી મળ્યો.