Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારતમાં ચીન વિરુદ્ધ આક્રોશ, છતાંચાઇનીઝ ફોનનું ધૂમ વેચાણ

ભારતમાં ચીન વિરુદ્ધ આક્રોશ, છતાંચાઇનીઝ ફોનનું ધૂમ વેચાણ

0
138

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર તણાવ વધ્યો તો ચીનના ઉત્પાદનો વિરુદ્ધ આવાજો ઉઠ્યા હતા. સોશિયલ મીડિયાથી માર્ગો સુધી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. પરંતુ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ એટલે સ્માર્ટફોન સેગમેન્ટની વાત કરીએ તો અહીં ચીનની કંપનીઓનું પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. આ વર્ષે 2020માં ચીની કંપનીઓનું માર્કેટ શેર ભારતીય બજારમાં વધી 66.4 ટકા પહોંચી ગયું, જ્યારે આ માર્કેટ શેર ગત વર્ષે 60.9 ટકા હતું.

સમાચાર પત્ર બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા અહેવાલ મુજબ મોબાઇલ ફોન સેગમેન્ટમાં ટોપની પાંચ કંપનીઓમાંથી 4 કંપની ચીનની છે. માર્કેટ શેરના કેસમાં પહેલાં સ્થાને ચીનની કંપની શાઓમી છે. શાઓમી ઓછી કિંમતમાં સારા અને ટકાઉ ફોન વેચવા માટે ઓળખાય છે. એડવાઇઝરી સર્વિસ આપનારી ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના ડેટા મુજબ શાઓમીની માર્કેટમાં લગભગ 30 ટકાની ભાગેદારી છે.

આ પણ વાંચો: શેર બજારે ગુમાવી 10 દિવસની તેજી, રોકાણકારોના 3 લાખ કરોડથી વધુ ધોવાયા

ટોપ 5માંથી 4 ચીની કંપની

શાઓમી પછી બીજા સ્થાને આવે છે સાઉથ કોરિયન કંપની સેમસંગ જેની લગભગ 26 ટકા ભાગીદારી છે. તે પછી ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે ક્રમશ: વીવો, રિયલમી અને ઓપ્પો છે. આ ત્રણેય ચાઇનીઝ કંપનીના માર્કેટ શેર પણ 9થી લઇને 16 ટકાની વચ્ચે છે.

રિયલમી અને વીવોએ માર્કેટ શેર વધાર્યો

જો વર્ષ 2019 અને 2020ની સરખામણી કરી જોઇએ તો શાઓમીએ તેનો માર્કેટ શેર વધાર્યો છે. વીવોએ લગભગ 2 ટકા શેરમાં વધારો કર્યો છે. જ્યારે રિયલમીએ પણ માર્કેટ શેરમાં લગભગ 2 ટકાનો વધારો કર્યો છે. જોકે ઓપ્પોનું માર્કેટ શેર સ્થિર રહ્યો છે. પરંતુ 2019માં અન્ય મોબાઇલ ફોનનો જે હિસ્સો 13.9 ટકા રહેતો હતો તે હવે ઘટી સીધા 7.3 થઇ ગયો છે.

આ પણ વાંચો: અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને અનિશ્ચિતતાએ સોનામાં સ્થિરતા, ચાંદી ઘટી

જોકે ગત ત્રિમાસિકમાં ચીનની કંપનીઓના માર્કેટ શેરમાં ઘટાડો આવ્યો પરંતુ એનાલિસ્ટ્સનું માનવું છે કે આવું માંગમાં ઘટાડાને કારણે થયું છે અને અત્યાર સુધી આ ચીનની કંપનીઓના વેપાર માટે કોઇ ખતરો દેખાઇ રહ્યો નથી.