Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

દિવાળીનું મિની વેકેશન પૂર્ણ, આજથી વેપાર-ધંધા પુન: ધમધમતા થયા

0
52

ગાંધીનગર: કોરોના મહામારીના (Corona Pandemic) સંકટ વચ્ચે દિવાળીનું મિની વેકેશન (Diwali Vacation) આજે પૂરૂ થઈ ગયું છે, ત્યારે આજે લાભ પાંચમના (Labh Pancham) દિવસથી બજારમાં ફરીથી ચહલ પહલ જોવા મળી રહી છે.

લાભ પાંચમના દિવસે (Labh Pancham) સવારે શુભ મુહૂર્તમાં વેપારીઓએ નવી આશા સાથે પોત-પોતનાના વેપાર-ધંધા શરૂ કરતાં આજથી માર્કેટ પુન: ધબકતું થઈ ગયું છે.

જો અમદાવાદની (Ahmedabad Market) વાત કરીએ તો, શહેરના કાલુપુર, માધુપુરા, માણેકચોક અને સીજી રોડ સહિતના તમામ બજારો શુભ મુહર્તમાં ખુલી ગયા છે.

આ પણ વાંચો: દિલ્હીના બિઝનેસમેનની ઘાતકી હત્યા કરી લાશ ગુજરાતમાં ફેંકી, 3ની ધરપકડ

આજે લાભ પાંચમના (Labh Pancham) દિવસથી જ સરકારી કચેરીઓ અને બેંકોમાં પણ રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ ગયું છે. આગળ લગ્નની સિઝન આવતી હોવાથી લગ્નસરાની ખરીદી શરૂ થવાની પણ આશા હોવાથી વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.