Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > માર્કે જૂકરબર્ગ અને મુકેશ અંબાણીમાં થઇ શકે છે રિયલાન્સ જિયોને લઇને મોટી ડીલ

માર્કે જૂકરબર્ગ અને મુકેશ અંબાણીમાં થઇ શકે છે રિયલાન્સ જિયોને લઇને મોટી ડીલ

0
1445

નવી દિલ્હી, દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિક માર્ક જૂકરબર્ગ વચ્ચે મોટી ડીલ થવાની સંભાવના બનતી જોવા મળી રહી છે. અત્યાર સુધી બંને તરફથી ડીલની પુષ્ટી કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબુકે રિલાયન્સ જિયોમાં પોતાનો રસ દાખવતા 10 ટકાની ભાગીદારી ખરીદવાની વાત સામે આવી છે. આ બિલિયલ ડોલરની ડીલને બંને તરફથી વાતચીત પણ શરૂ થઇ ગઈ છે. જ્યારે બીજી તરફ તે પણ છે કે, આ ડીલને લઇને મુકેશ અંબાણીની વાતચીત ગૂગલ સાથે પણ ચાલી રહી છે. હવે તે જોવાનું રહેશે કે, આ ડીલમાં કોણ મુકેશ અંબાણી સાથે મોટી ડીલ કરી શકે છે.

53 હજાર કરોડ રૂપિયાની થઇ શકે છે ડીલ

રિપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યૂ 70 બિલિયન ડોલર એટલે લગભગ 5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. જો ફેસબુક સાથે મુકેશ અંબાણીની ડીલ થાય છે તો 10 ટકાના હિસાબથી બંને વચ્ચે આ ડીલ 7 બિલિયન ડોલર એટલે 53 હજાર કરોડ રૂપિયાની આસપાસ થશે. જેને એક મોટી ડીલ ગણી શકાય. મીડિયા રિપોર્ટની માનીએ તો અત્યાર સુધી બંને તરફથી કોઈ જ નિવેદન આવ્યું નથી. બંને કંપનીઓના અધિકાર એકબીજા સાથે બેસીને ડીલ પર વાતચીત કરી રહ્યાં છે.

4 વર્ષમાં બની ગઇ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોની લોન્ચિંગ 2015માં કરી હતી, જ્યારે 2016માં આનું સંચાલન શરૂ થયું હતું. જે પછી કંપની સતત તરક્કી કરતી રહી હતી. લગભગ ચાર વર્ષમાં કંપનીના કસ્ટમર્સની સંખ્યા 37 કરોડ પાર થઇ ગઇ છે અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. એરટેલ અને વોડાફોન-આઈડિયા બંને કંપનીઓને પાછળ છોડીને મુકેશ અંબાણીની આ કંપની ખુબ જ આગળ નિકળી ગઈ છે. જો આ ડીલ થઇ જાય છે તો જિયોની આસપાસ બીજી કોઈ જ કંપની ઠેહરી શકશે નહીં.

દિલ્હીમાં 2 લાખથી વધારે લોકો થઇ શકે છે કોરોનાના શિકાર- ICMR