Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિશ્વને ભારત આવીને ભારતના વિકાસ પથનો ભાગ બનવા માટે PMએ આમંત્રણ આપ્યું

વિશ્વને ભારત આવીને ભારતના વિકાસ પથનો ભાગ બનવા માટે PMએ આમંત્રણ આપ્યું

0
22
  • મેરિટાઇમ ઇન્ડિયા સમિટ-2021ૃનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

  • 100થી વધુ દેશોના 1.7 લાખથી વધુ સહભાગીઓની સહભાગીતા સાથે વિશ્વની સૈથી મોટી વર્ચ્યુઅલ સમિટમાંની આ એક છે- મનસુખ માંડવિયા

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે મંગળવારે વીડિયો કોન્ફરન્સીંગ મારફતે મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્દઘાટન કરવાની સાથે સાથે મેરિટાઇમ ઇન્ડિયા વિઝન-2030ની ઇ- બુકનું વિમોચન કર્યું હતું. તેમણે સાગર મંથન, મર્કન્ટાઇલ, મેરિટાઇમ ડોમેઇન અવેરનેસ સેન્ટર (એનએમ-ડીએસી)ની ઇ-તક્તિનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે આ મેરિટાઇમ સલામતિ, સર્ચ અને બચાવ ક્ષમતાઓ, સુરક્ષા અને દરિયાઇ પર્યવારણ સુરક્ષા વધારવા માટેની માહિતી પ્રણાલિ હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વને ભારત આવીને ભારતના વિકાસ પથનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારત મેરિટાઇમ ક્ષેત્રમાં વિકાસ વિશે અતિ ગંભીર છે અને વિશ્વમાં અગ્રણી બ્લુ ઇકોનોમી તરીકે ઉભરી રહ્યું છે. ટુકડે ટુકડે અભિગમ અપનાવવા કરતાં સમગ્ર ક્ષેત્ર પર એક અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

તેમણે માહિતી આપી હતી કે, મુખ્ય બંદરોની ક્ષમતા 2014માં 870 મિલિયન ટન હતી. તે હવે વધીને 1550 મિલીટન ટન થઇ છે. ભારતીય બંદરોનો વિસ્તાર હવે આ રીતનો છે. સરળ ડેટા પ્રવાહ માટે સીધી પોર્ટ ડીલિવરી, સીધી પોર્ટ એન્ટ્રી અને અપગ્રેડેડ પોર્ટ કમ્યુનીટી સીસ્ટમ (પીસીએસ) આપણા બંદરોએ આવતાં અને જતા કાર્ગો માટેનો વેઇટીંગ સમય ઘટાડી દીધો છે. વઢવાણ, પારાદીપ અને કંડલામાં દીનદયાળ પોર્ટમાં વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે મેગા પોર્ટસ વિકાસાવાઇ રહ્યાં છે.

વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપતાં વડાપ્રધાને કહ્યું કે, ભારતનો લાંબો દરિયાકાંઠો, ભારતના મહેનતુ લોકો આપની રાહ જોઇ રહ્યાં છે. અમારા બંદરોમાં, અમારા લોકોમાં રોકાણ કરો, ભારતને આપનું પસંદગીનું વેપાર સ્થળ બનવા દો. વેપાર અને વાણિજય માટે ભારતીય બંદરોને આપના પોર્ટ ઓફ કોલ બનાવીએ.

જયારે બંદરો, શિપિંગ અને જળમાર્ગ માટેના કેન્દ્રીય રાજયકક્ષાના પ્રદાન (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, 100થી વધુ દેશોના 1.7 લાખથી વધારે નોંધાયેલા સહભાગીઓની સહભાગીતા સાથે મેરિટાઇમ ઇન્ડિયા સમિટ એ વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સમિટમાંની એક છે. આ ત્રિદિવસીય શિખર બેઠકમાં 8 દેશોના પ્રધાનો, 50થી વધારે વૈશ્વિક સી.ઇ.ઓ અને 24 દેશોના 115 આંતરરાષ્ટ્રીય વક્તાઓ સહિત 160થી વધારે વક્તાઓ હશે.

વધુમાં તેમણે આ ક્ષેત્રોના તમામ હિતધારકો અને વિશ્વભરના રોકાણકારોને ખાત્રી આપી હતી કે ભારત સરકાર મેરિટાઇમ ક્ષેત્રે રોકાણને સુગમ્ય અને નક્કર કરવા માટે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં અમારી ભૂમિકા માટે સંપૂર્ણ સજ્જ છે.

આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી બેન્ની એંગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, બંદરો, શિપીંગ હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો: આઈશા આપઘાત કેસ: પુરાવા સંતાડવા માટે આરીફે ફોન ગાયબ કરી દીધો

ગુજરાત સમગ્ર દેશના 40 ટકાથી વધુ કાર્ગો હેન્ડલિંગથી ગેટ વે ઓફ ઇન્ડિયા બન્યું છે: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત સમગ્ર દેશના 40 ટકાથી વધુ કાર્ગો હેન્ડલિંગથી ગેટવે ઓફ ઇન્ડિયા બન્યું છે અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

તેમણે આ સમિટના ઉદ્ઘાટન સત્ર દરમિયાન વીડિયો સંબોધન કરતા કહ્યું કે, સૌના સહિયારા પ્રયાસોથી મેરિટાઇમ સેકટરને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવા અને આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા આ સમિટનું આયોજન ઉપયુક્ત બનશે. ભૂતકાળમાં ભારત સોનાની ચીડીયા કહેવાતું હતું. ભારતના મેરિટાઇમ સેક્ટરનું દેશની ભવ્યતા પાછળ મોટું યોગદાન હતું. ગુજરાતનું લોથલ એ ભારતનું પ્રાચિનતમ સમુદ્રી બંદર છે.

લોથલ, ઘોઘા, ભરૂચ અને સુરત વર્ષો પહેલા ગુજરાતના મુખ્ય સમુદ્રી બંદર હતા, જેના થકી શ્રીલંકા, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા અને મધ્યપૂર્વના દેશો સાથે તેજાના, મસાલા, લાકડું અને અન્ય ઘણાં ઉત્પાદનો માટે વેપાર થતો હતો. મેરિટાઇમ સેક્ટરનો 5,000 વર્ષ જુનો આ વારસો અમારા માટે પ્રેરણારૂપ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગુજરાતને મળેલી આ કુદરતી ભેટ સમા દરિયાકાંઠાના વિકાસથી રાજ્યના પોર્ટ લેડ ડેવલોપમેન્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી આપી હતી. આજે ગુજરાતની આ ભૌગોલિક સ્થિતિનો ફાયદો જનકલ્યાણ માટે ઉઠાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ ગુજરાતના મેરિટાઇમ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમની દૂરદર્શિતાને કારણે જ ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થઇ છે. રાજ્યના યુવાનો મેરિટાઇમ યુનિવર્સિટી થકી વ્યવસાયિક જ્ઞાન મેળવી રહ્યા છે. ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીએ નેધરલેન્ડની એસ.ટી.સી. ઇન્ટરનેશનલ ઇરાસ્મસ યુનિવર્સિટી અને ડેનમાર્કની કોપનહેગન બિઝનેસ સ્કૂલ સાથે સ્ટ્રેટિજીક પાર્ટનરશિપ કરી છે. ગુજરાત મેરિટાઇમ ક્ષેત્રે કુશળ માનવ સંસાધન પુરૂ પાડવા આ મેરિટાઇમ યુનિવર્સિટીથી સજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં અલંગશિપ રિસાઈકલિંગ યાર્ડ દેશની કુલ રિસાયક્લિંગ એક્ટિવિટીમાં 98 ટકા હિસ્સો ધરાવતું અગ્રેસર યાર્ડ છે તેનું ગૌરવ કર્યું હતું. અલંગની શિપ રિસાયક્લિંગ કેપેસિટી 4.5 મિલિયન એલ.ડી.ટી.થી 9 મિલિયન એલ.ડી.ટી. સુધી લઈ જવાશે. એટલું જ નહીં ગુજરાતમાં વિશ્વસ્તરીય મેરિટાઇમ ક્લસ્ટરનું નિર્માણ થઇ રહ્યું છે, તેનો લાભ પણ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વૃદ્ધિ સાથે એક જ સ્થળે મેરિટાઇમ સેવાઓ પૂરી પાડવામાં મળી રહેશે. ગુજરાતમાં 48 નોન મેજર અને 1 મેજર પોર્ટ પરથી કાર્ગો હેન્ડલિંગ થાય છે. રાજ્ય સરકારના સાહસ ગુજરાત મેરિટાઇમ બોર્ડે 80 હજાર કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ મેળવ્યા છે. પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સાથે સમગ્રતયા મેરિટાઇમ બોર્ડે 1.50 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ મેળવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

વિજય રૂપાણીએ ભાવનગરમાં રૂ. 1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું સૌપ્રથમ સી.એન.જી. ટર્મિનલ બનવા જઈ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અન્વયે રાજ્યના 6 બંદરના વિકાસકાર્યો ચાલી રહ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat