Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટે મરાઠા રિઝર્વેશન રદ કર્યું: 50 ટકાથી વધુ અનામતને મંજૂરીનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે મરાઠા રિઝર્વેશન રદ કર્યું: 50 ટકાથી વધુ અનામતને મંજૂરીનો ઇનકાર

0
48

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ચુકાદોઃ મરાઠા સામાજિક શૈક્ષણિક કેટેગરીમાં નથી આવતા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મરાઠા રિઝર્વેશનને રદ (Maratha reservation canceled)કરી દીધું. કોર્ટે સ્પષ્ટ કર્યુ કે અનામત માટે 50 ટકાથી વધુની નક્કી મર્યાદાનું ઉલ્લંઘન કરી શકાય નહીં. મહારાષ્ટ્રમાં તેનું ઉલ્લંઘન થયું. પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે જણાવ્યું કે આ મામલે ઇન્દિરા સાહની મંડળ) કેસ પર અપાયેલો ચુકાદો યોગ્ય છે. તેના પર પુનર્વિચાર કરવાની જરુર નથી.

મંડળ ચુકાદાને લાર્જર બેન્ચમાં મોકલવા ના

સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા 50 ટકા સુધી નક્કી કરવાના 1992નાં મંડળ ચુકાદાને લાર્જર બેન્ચ (બૃહદ પીઠ) સમક્ષ મોકલવાનો ઇનકાર કરી દીધો. સાથે કોર્ટે સરકારી નોકરીઓ અને ભરતીમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધી મહારાષ્ટ્રના કાયદાને રદ કરી કહ્યું કે તે ગેરબંધારણીય છે.

આ પણ વાંચોઃ ભાજપ નેતાનો જ ટોણોઃ અમિત શાહના પુત્ર પર આંગળી ચિંધી ત્યારે IPL રદ કરાઇ

સુપ્રીમ કોર્ટમાં જૂન 2019ના બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેની બંધારણીય બેન્ચ સમક્ષ 15 માર્ચ 2021થી સુનાવણી શરુ થઇ હતી. આજે બેન્ચે ચુકાદો (Maratha reservation canceled) સંભળાવી દીધો. આ મામલે કોર્ટે 26 માર્ચે જ અરજીઓ પર પોતાને ચુકાદો અનામત રાખ્યો હતો.

બોમ્બે હાઇકોર્ટે શુ ચુકાદો આપ્યો હતો

હાઇકોર્ટે મહારાષ્ટ્રમાં શિક્ષણ સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે અનામતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. પરંતુ જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બંધારણીય બેન્ચે કહ્યું કે 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરી શક્યા નહીં. બેન્ચમાં અન્ય સભ્ય જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટનો સમાવેશ થાય છે.

મરાઠા સમુદાય અંગે સુપ્રીમ કોર્ટનો મત

સુપ્રીમ કોર્ટ મુજબ મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત નથી. તેથી તેમને અનામત આપી શકાય નહીં. કોર્ટે સાથે કહ્યું કે અનામતની મર્યાદા 50 ટકાથી વધુ હોઇ શકે નહીં. મહારાષ્ટ્ર સરકારને તેનું ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચોઃ સમય રહેતા જ ચેતી ગઇ હોત મોદી સરકાર તો દેશમાં કોરોનાની સ્થિતિ ના બગડતી: રઘુરામ રાજન

પાંચ જજોની બંધારણી બેન્ચે ચાર વિવધ ચુકાદો આપ્યા, પરંતુ તમામે માન્યું કે મરાઠા સમુદાયને અનામત આપી શકાય નહીં. અનામત માત્ર પછાત વર્ગને આપી શકાય છે. મરાઠા આ કેટેગરીમાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જસ્ટિસ ગાયકવાડ કમિશન અને હાઇકોર્ટ બંનેએ અસમાન્ય સ્થિતિમાં અનામત આપવાની વાત કરી છે. પરંતુ બંનેએ મરાઠા અનામતમાં અસામાન્ય સ્થિતિ શું છે તેનો ઉલ્લેખ કર્યો નથી. Maratha reservation canceled

બોમ્બે હાઇકોર્ટે જૂન 2019માં મારાષ્ટ્રના કાયદાને જાળવી રાખી કહ્યું હતું કે 16 ટકા અનામત યોગ્ય નથી અને નોકરીઓમાં 12 ટકાથી વધુ અનામત હોવી જોઇએ નહીં. તેમજ નોમિનેશનમાં તે 13 ટકાથી વધુ ન હોવું જોઇએ. હાઇકોર્ટે રાજ્યમાં શિક્ષણ સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં મરાઠા અનામતના ચુકાદાને યથાવત રાખ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat