અમદાવાદમાં લોકડાઉનના કારણે ઘણા લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. જેના પગલે રાજય સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરતના પગલે લોકોના ટોળે ટોળા દુકાનમાં જોવા મળ્યા હતા, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય રહેતો હોય છે. રાજ્ય સરકાર દ્વારા રેશન દુકાનદારો પાસે તૈયાર કરેલી અનાજની કીટ ઘરે-ઘરે મોકલાવે તો રોગ ફેલાવાનો,લોકોને હદમારીના અને અનાજની ચોરી થવાની સમસ્યા હલ થઈ જશે.
રાજ્યમાં ફ્રી સરકારી અનાજ લેવા માટે લોકોનો સતત ઘસારો વધી રહ્યો છે. જેના પગલે એકબીજાના સંક્રમણમાં આવવાથી ગ્રાહક કે રેશન દુકાનદારને કોરોનાનો ચેપ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત કેટલાક રેશન દુકાનદારો દ્રારા અનાજની ચોરી કરી કાર્ડમાં બતાવેલી અનાજની એન્ટ્રી કરતા ઓછું અનાજ આપવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઉપરાંત લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહી અનાજ લેવા હાડમારી ભોગવવી પડે છે. આ તમામ સમસ્યાનો અંત ઘરે ઘરે તૈયાર કીટ પહોંચાડીને કરી શકાય છે.
રેશન દુકાનના સંચાલક હર્ષદ પટેલે જણાવે છે કે, દુકાનદારોને પુરવઠા વુબજાગ દ્વારા વજન કરીને તૈયાર કીટ પહોંચાડી દેવામાં આવે તો ચેપ ફેલાવાની, અનાજ ચોરી થવાની અને લોકોની ભીડ થવાની સમસ્યા નહીં રહે, જે લોકોને કીટ ના પહોંચી હોય તેવા લોકોને ફરિયાદ માટે એક હેલ્પલાઇન નંબર રાખવો જોઈએ. આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું છે કે,પુરવઠા વિભાગે સતત લોકોના સંક્રમણમાં રહેતા રાજ્યના 22 હજાર અને અમદાવાદનાં 849 જેટલા રેશન દુકાનદારોની આરોગ્ય તપાસ કર્યા બાદ તેવોનો અનાજ વિતરણની કામગીરી સોંપવામાં આવે.
લોક ડાઉનમાં રેશન દુકાનદારો દ્વારા સતત લોકોને હાથો હાથ રેશનકાર્ડ લાઇને તેમાં એન્ટ્રી કરી અનાજ આપવામાં આવ્યું છે, જેના કારણે ચેપ ફેલાવાની શકયતા વધી જાય છે. આ માટે લોકોને ઘરે ઘરે કીટ મોકલવાનું આયોજન થાય તો તંત્ર અને લોકોની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે.
લોકડાઉન: દાળ-ચોખા, લોટ જેવી ખાદ્ય ચીજ-વસ્તુઓની ઉપલબ્ધતા પ્રભાવિત