Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > મને ખોટી રીતે બદનામ ન કરો, બાકી હું તમને ભારે પડશે: મનસુખ વસાવા

મને ખોટી રીતે બદનામ ન કરો, બાકી હું તમને ભારે પડશે: મનસુખ વસાવા

0
71
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા મનસુખ વસાવા અને મહેશ વસાવા સામ સામે

  • મોવી ચોકડી ખાતે આદીવાસી યુવાનને માર મારવાની ઘટના બાદ બન્નેવ નેતાઓ વચ્ચે વિવાદ વધ્યો

  • છોટુ વસાવાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું તે તમે બધાએ પાણીમાં ફેરવી દીધું: મનસુખ વસાવા

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા ભાજપ સાંસદ મનસુખ વસાવા અને BTP ના ધારાસભ્ય મહેશ વસાવા સામસામે આવી ગયા છે. મોવી ચોકડી પાસે મુસ્લિમ યુવાનો દ્વારા એક આદિવાસી યુવકને ઢોર માર મારવાની ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને BTP ધારાસભ્ય મહેશ વસાવાએ એક બીજા સામે આક્ષેપોનો મારો ચલાવતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો છે.

રાજપીપળા નજીકના મોવી ચોકડી પર ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના મુસ્લિમ યુવાનોએ એક આદિવાસી યુવકને ઢોર માર માર્યો હતો, હવે એ પૈકી એક મુસ્લિમ યુવાન નેત્રંગના આગેવાન શકુર પઠાણની નજીકનો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. હવે જોગનું જોગ આ ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા અને શકુર પઠાણનો એક સાથે જુલા જુલતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ વાયરલ ફોટાને આદિવાસી યુવાનને માર માર્યો હોવાની ઘટના સાથે સરખાવી મનસુખ વસાવા વિરુદ્ધમાં ઉપજાવી કાઢેલી વાતો વહેતી થઈ હતી.

મનસુખ વસાવા વાયરલ ફોટાની ઘટના બાદ રોષે ભરાયા હતા, એમણે BTP નેતાઓને ખુલ્લી ચીમકી આપી હતી કે મને ખોટી રીતે બદનામ કરવાનું બંધ કરો બાકી મનસુખ વસાવા તમને ભારે પડશે.છોટુ વસાવાએ જે સામ્રાજ્ય ઊભું કર્યું તે તમે બધાએ પાણીમાં ફેરવી દીધું છે. ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના BTP ના નેતાઓ સસ્તી નેતાગીરી કરવાનું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.

આવા કારણોને લીધે તમારા વફાદારો જ તમારા ઉપર ભરોસો કરતા નથી.ગુંડાધારો BTP કે કોંગ્રેસના ગુંડાઓને, બુટલેગરોને-જુગારિયાઓને છોડવાનો નથી.તમે શકુર પઠાણ સાથેના મારા જુના ફોટાઓ તમારા લોકોને બતાવી વાયરલ કરાવી આ ઘટનાને મારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. કોઈપણ તોફાની તત્વોને બચાવવા માટે મેં કોઈને ફોન પણ નથી કર્યા.

આની સામે BTP ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી મત લેવા જુઠાણું ફેલાવે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ત્યાંના આદિવાસીઓની જમીન જીંદગી છીનવાઈ રહ્યા છે.તમે સાંસદ થઈને શું કરો છો ? અમારી સાથે લડવાનું છોડી ગરીબોના હક અને અધિકારો માટે લડો તો વધારે સારુ, આવનારી વિધાનસભા ચુંટણીમાં જનતા તમને જવાબ આપી દેશે. તમે પાર્ટીના સિમ્બોલ પર ચુંટાય જાવ છો. તમે તાલુકા પંચાયતના સભ્ય તરીકે અપક્ષ લડો તો ખબર પડે તમે કેટલા પાણીમાં છો. છોટુ વસાવાએ ગુજરાત અને દેશના આદિવાસીઓને જાગૃત કર્યા છે.મોવી ચોકડી પર મોતીસિંહને એના પરિવાર પર હુમલો થયો તે અમે કદાપી સાંખી નહિ શકીએ, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat