Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બંદરો પરની હોસ્પિટલની ક્ષમતા-સુવિધા વધારવા કેન્દ્રીય શીપિંગ મંત્રીની સૂચના

બંદરો પરની હોસ્પિટલની ક્ષમતા-સુવિધા વધારવા કેન્દ્રીય શીપિંગ મંત્રીની સૂચના

0
66
  • કોવિડ કેર માટે મુખ્ય બંદરો પર હોસ્પિટલની સજ્જતાની મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી
  • પોર્ટ હોસ્પિટલોમાં 422 આઇસોલેશન બેડ, ઓક્સિજનનો ટેકો ધરાવતા 305 બેડ કાર્યરત 

ગાંધીનગરઃ રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ બંદરો પરની હોસ્પિટલની ક્ષમતા-સુવિધા વધારવા સુચના આપી. તેમણે કોવિડ કેર માટે મુખ્ય બંદરો પર હોસ્પિટલની સજ્જતાની મનસુખ માંડવિયાએ સમીક્ષા પણકરી.

કોન્દ્રીયમંત્રી માંડવિયાએ કોવિડ-19ની બીજી લહેરને પગલે પોર્ટની હોસ્પિટલોની સ્થિતિની જાણકારી મેળવવા એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ મોટા બંદરના અધ્યક્ષોએ કોવિડ કેર વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધ હોસ્પિટલોની સ્થિતિની જાણકારી આપી હતી.

દેશમાં 12 મોટા બંદર પર કોવિડની સારવાર માટે 9 હોસ્પિટલ્સ

અત્યારે સમગ્ર દેશમાં 12 મોટા બંદર પર કોવિડની સારવાર માટે 9 હોસ્પિટલો કાર્યરત છે. જેની કોવિડ-19ના દર્દીઓને સારવાર પ્રદાન કરવાની કુલ ક્ષમતા 422 આઇસોલેશન બેડ, 305 ઓક્સિજન સાથે સજ્જ બેડ, 28 આઇસીયુ બેડ અને વેન્ટિલેટર્સ છે.

મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ મોટા બંદરોના તમામ અધ્યક્ષોને સીએસઆર ફંડનો ઉપયોગ કરીને તેમની ક્ષમતા અને સુવિધાઓ વધારવાની તેમજ આગામી દિવસોમાં શક્ય એટલી ઝડપથી કાર્યરત કરવાની સૂચના આપી હતી.

તેમણે વધુમાં તમામ અધ્યક્ષોને તમામ મુખ્ય બંદરો પર તબીબી ઓક્સિજન સાથે સંબંધિત કાર્ગોના ઝડપી અને અસરકારક સંચાલન પર વ્યક્તિગત રીતે નજર રાખવાની પણ સૂચના આપી હતી.

બેઠકના અંતે માંંડવિયાએ કહ્યું હતું કે,

“અત્યારે ભારત અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરે છે અને આપણે આપણા પોર્ટની હોસ્પિટલની ક્ષમતા વધારીને અને એનો ઉપયોગ કરીને વધુને વધુ પ્રદાન આપવું પડશે. આપણે તમામ બંદરો પર સતત અને સહિયારા પ્રયાસો સાથે આ રોગચાળા સામે લડવામાં કોઈ કચાશ નહીં રાખીએ.”

ક્યા બંદરો પર છે હોસ્પિટલ ?

વિશાખાપટનમ ટ્રસ્ટ, કોલકાતા પોર્ટ ટ્રસ્ટ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મર્મગાવ પોર્ટ ટ્રસ્ટ, ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, જેએન પોર્ટ ટ્રસ્ટ, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (અગાઉ કંડલા પોર્ટ) હોસ્પિટલો છે. (Mansukh Mandaviya)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat