Gujarat Exclusive > રાજનીતિ > બંગાળમાં તૃણમુલની જીત સાથે પરિણામ આવવાનું શરુઃ ક્રિકેટર મનોજ તિવારી સહિત કોણ જીત્યા

બંગાળમાં તૃણમુલની જીત સાથે પરિણામ આવવાનું શરુઃ ક્રિકેટર મનોજ તિવારી સહિત કોણ જીત્યા

0
56

નંદીગ્રામમાં મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની રેસ ચાલુ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના શરુ થઇ ગયા. હજી સુધી રુઝાનનો સિલસિલો ચાલુ હતો. બપોરે TMCના ઉમેદવાર અને ક્રિકેટર મનોજ તિવારીની જીત (Manoj Tiwari Win)નું પ્રથમ પરિણામ આવ્યું. તેમણે ભાજપના રથિન ચક્રવર્તીને 6,410 મતે પરાજય આપ્યો.

મનોજને 23,822 અને રથિનને 17,412 વોટ મળ્યા. જ્યારે બીજી જીત વિદેશ બોસ ઉલુવેરિયા નોર્થ બેઠક પરથી 17,212 મતોથી જીતી ગયા. ઉપરાંત સોનારપુર દક્ષિણથી લવલી મૈત્ર, બાલીગંજના ઉમેદવાર અને રાજ્યના મંત્રી સુબ્રત મુખરજી તેમજ સોનારપુર ઉત્તર પરથી ટીએમસીના જ ફિરદૌસી બેગમ ચૂંટણી જીતી ગયાં.

14મા રાઉન્ડના અંતે મમતા આગળ નીકળ્યાં

જ્યારે ખુદ સીએમ મમતા બેનરજી અને તેમના એક સમયના વિશ્વાસુ અને અત્યારે ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામ કાંટાની ટક્કર ચાલી રહી છે. શરુઆતથી જ મમતા પાછળ હતા. પરંતુ 12મા રાઉન્ડામાં આગળ નીકળ્યા. પછી 13માં રાઉન્ડના અંતે પાછળ ધકેલાયા હવે પાછા 2.35 વાગ્યાના અહેવાલ પ્રમાણે મમતા 14મા રાઉન્ડ બાદ 2331 મતોથી આગળ નીકળી ગયાં છે. Manoj Tiwari Win

પુંડુચેરીમાં ભાજપે ખાતુ ખોલ્યું. અહીં કોંગ્રેસને બે ડીએમકે-1 અને ભાજપને 4બેઠક મળી છે. પુડુચેરીમાં કોંગ્રેસના નેતૃત્વની સરકાર પડ્યા બાદ રાષ્ટ્રપતિ શઆસન હતું.

3 વાગ્યા સુધીમાં બંગાળમાં ટીએમસી 205 બેઠક પર આગળ

અંતિમ પ્રાપ્ત રુઝાન પ્રમાણે બંગાળમાં ટીએમસી 205 બેઠકો પર અને ભઆજપ 85 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે લેફ્ટ અને અન્ય 1-1 બેઠક જીત્યા છે. બંગાળમાં 292 બેઠકો પર ચૂંટણી છઇ હતી. તેમાંથી 147 બહુમતીનો આકંડો છે. જ્યારે આસામમાં 126 બેઠકોમાંથી 76 પર ભાજપ ગઠબંધન અને 49 પર કોંગ્રેસ જોડાણ આગળ ચાલી રહ્યા છે.
તમિલનાડુમાં 234 બેઠકોમાંથી સ્ટાકાલિનના દ્રમુક(DMK)ને જીત મળતી દેખાયે છે. તેની સાથે કોંગ્રેસનું જોડાણ છે. અત્યાર સુધી 138 બેઠક તેની સરસાઇ છે. જ્યારે વર્તમાન શાસક અન્નદ્રમુક (AIDMKને 92 બેઠકો મળતી દેખાય છે.

કેરળમાં ભાજપનો લવ જિહાદનો મુદ્દો ફેલ Manoj Tiwari Win

કેરળમાં 140 બેઠકોની વિધાનસભામાંથી LDFને 92 જ્યારે UDFને 45 બેઠકો પર સરસાઇ છે. દક્ષિણના આ રાજ્યમાં ફરી ડાબેરી સરકાર જ રચાશે. અહીં ભાજપે લવ જિહાદનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ તેને સફળતા મળી નહીં અને એક પણ બેછઠ પર તેના જીતના આસાર દેખાતા નથી. અલબત્ત પુડુચેરીમાં ભાજપે ખાતું ખોલી લીધું છે. 30 બેઠકોમાંથી અહીં ભાજપ મોરચાના એનડીએને 9 કોંગ્રેસ નેતૃત્વના યુપીએને 4 બેઠકો પર સરસાઇ છે. જ્યારે એક બેઠક પર અન્ય ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપે 4 બેઠકો પર જીત મેળવી લીધી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat