Gujarat Exclusive > દેશ-વિદેશ > મનોજ સિન્હા બનશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મૂનું રાજીનામું મંજૂર

મનોજ સિન્હા બનશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મૂનું રાજીનામું મંજૂર

0
123

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મનોજ સિન્હા (Manoj Sinha) હવે જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનશે. બુધવારે સાંજે જ ગિરીશ ચંદ્ર મુર્મૂએ (GC Murmu) પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતુ. હવે ગુરુવારે સવારે જ રાષ્ટ્રપતિ ભવન તરફથી મનોજ સિન્હાની નિમણૂંકની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટે જ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દરમિયાન બુધવારે સાંજે અચાનક જીસી મુર્મૂના રાજીનામાંના સમાચાર સામે આવ્યા હતા. મુર્મૂનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું છે.

આ પણ વાંચો:  ગુજરાતના નિવૃત IAS જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર GC મુર્મુનું રાજીનામું

હવે મનોજ સિન્હાને નવા LGની જવાબદારી સોંપવામાં આવી છે. આથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, એક વખત ફરીથી જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ પદ ઉપર કોઈ રાજકીય નેતાની એન્ટ્રી થઈ છે. અગાઉ જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું, ત્યારે સત્યપાલ મલિક ત્યાંના રાજ્યપાલ હતી.

જો કે પાછળથી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થતાં અધિકારી જીસી મુર્મૂને મોકલવામાં આવ્યા હતા. મુર્મૂની ગણતરી પણ વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં થાય છે.

મનોજ સિન્હા કોણ?
મનોજ સિન્હા પૂર્વે ગાજીપૂરથી સાંસદ રહ્યાં છે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભાજપનો મોટો ચહેરો મનાય છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મનોજ સિન્હા મંત્રી રહી ચૂક્યા છે. મનોજ સિન્હા રેલવેના રાજ્ય મંત્રી ટેલિકોમ રાજ્યમંત્રીનો કારભાર સંભાળતા હતા.