નવી દિલ્હી: તાજેતરમાં જ્યારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ ત્યારે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. પોતાના પત્રમાં રાહુલ ગાંધીની હરકતોને બાલિશ ગણાવતા તેમણે આરોપ લગાવ્યો કે તે ચાટુકારોની ફૌજથી ઘેરાયેલા છે.
Advertisement
Advertisement
ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની હરકતોનો ઉલ્લેખ કરતા વર્ષ 2013ની એક ઘટનાનું ઉદાહરણ આપ્યુ હતુ, જ્યારે તેમણે પોતાની જ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા એક વટહુકમને જાહેરમાં ફાડી નાખ્યો હતો. આ વટહુકમ સુપ્રીમ કોર્ટના તે નિર્ણયની વિપરીત હતો, જેમાં કોઇ પણ કેસમાં દોષિત ઠરે તો સાંસદો અને ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની વાત કરવામાં આવી હતી.
કોઇ બાળક જ આવી હરકત કરશે
એક ઈન્ટરવ્યુમાં ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના આ પગલાથી કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાયા હતા. તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ એટલા નારાજ થયા હતા કે તેમણે રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. બીબીસી હિન્દીને આપેલા એક ઈન્ટરવ્યુમાં આઝાદે કહ્યું કે તે ઘટના સમયે હું દિલ્હીમાં ન હતો, હું હોત તો પણ કંઇ કરી શક્યો ન હોત. પરંતુ ટીવી ચેનલો પર વટહુકમ ફાડવાના દ્રશ્યો જોયા પછી મારા મગજમાં એક જ વિચાર આવ્યો – બાલિશ (બાલિશ કૃત્ય). કોઈપણ વરિષ્ઠ રાજકારણી આવું પગલું ભરતા પહેલા દસ વાર વિચારશે. તમે કહ્યું હતું કે હું ફાડી નાખીશ…અને ફાડી દીધુ. આ તો માત્ર કોઇ બાળક જ કરશે.
મનમોહન સિંહે કેમ મન બદલી નાખ્યુ હતું?
ગુલામ નબી આઝાદે કહ્યુ કે વટહુકમ ફાડ્યા બાદ પાર્ટીના તમામ નેતાઓ ચોકી ગયા હતા. મનમોહન સિંહ રાજીનામું આપવાનું વિચારવા લાગ્યા, પરંતુ તેઓ થોડા સ્માર્ટ હતા. તેમણે વિચાર્યું કે તેનાથી રાહુલ ગાંધીની કારકિર્દીને નુકસાન થશે. આ જીવનભર રહેશે કે આ કારણે પીએમએ રાજીનામું આપ્યું. પાર્ટીને પણ નુકસાન થાત અને સરકારને પણ. જો કે, જ્યારે ગુલામ નબી આઝાદને પૂછવામાં આવ્યું કે, આ અંગે સોનિયા ગાંધીની પ્રતિક્રિયા શું હતી? તેમણે કહ્યું કે મેં તેના વિશે વાત નથી કરી.
અહલુવાલિયાના પુસ્તકમાં પણ ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે જે સમયે રાહુલ ગાંધીએ વટહુકમની કોપી ફાડી હતી, તે સમયે ડૉ.મનમોહન સિંહ અમેરિકાના પ્રવાસે હતા. તેમની સાથે આયોજન પંચના તત્કાલીન ઉપાધ્યક્ષ ડૉ. મોન્ટેક સિંહ આહલુવાલિયા પણ હતા.
આહલુવાલિયાએ તેમના પુસ્તક ‘બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયાઝ હાઈ ગ્રોથ ઈયર્સ’માં મનમોહન સિંહના રાજીનામાનો પડઘો પાડ્યો હતો. આહલુવાલિયા લખે છે કે ‘ડૉ. મનમોહન સિંહે પૂછ્યું, મારે રાજીનામું આપવું જોઈએ? મેં કહ્યું કે આ મુદ્દે રાજીનામું આપવું યોગ્ય નથી.
Advertisement