Gujarat Exclusive > દેશ-વિદેશ > મનમોહન સિંહ એમ્સમાં દાખલ: પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી; સ્વાસ્થ્ય મંત્રી મળવા પહોચ્યા

મનમોહન સિંહ એમ્સમાં દાખલ: પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી; સ્વાસ્થ્ય મંત્રી મળવા પહોચ્યા

0
63

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્વાસ્થ્ય જલ્દી સ્વસ્થ સારૂ થવાની પ્રાર્થના કરી છે. મનમોહન સિંહને બુધવાર સાંજે અચાનક તબીયત બગડ્યા બાદ દિલ્હી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમણે શ્વાસ લેવામાંત કલીફ અને ચેસ્ટ કંજેશનની ફરિયાદ હતી.

પીએમ મોદીએ ગુરૂવારે ટ્વીટ કર્યુ, હું ડૉક્ટર મનમોહન સિંહજીના જલ્દી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરૂ છું. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ મનમોહન સિંહને મળવા માટે એમ્સ પહોચ્યા હતા.

મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ અને સતત ચેસ્ટ કંજેશનની ફરિયાદ બાદ તેમણે સાંજે 6.15 વાગ્યે દિલ્હી એમ્સના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનની સારવાર ન્યૂરોના ડૉક્ટર અચુલ શ્રીવાસ્તવ અને હાર્ટના ડૉક્ટર નીતિશ નાયક કરી રહ્યા છે. અત્યારે તેમનું સ્વાસ્થ્ય સ્થીર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat