Gujarat Exclusive > રાજનીતિ > રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યા બાદ રાજીનામું આપવા માંગતા હતા મનમોહન સિંહ, પુસ્તકમાં દાવો

રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યા બાદ રાજીનામું આપવા માંગતા હતા મનમોહન સિંહ, પુસ્તકમાં દાવો

0
332

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ જ્યારે 2013માં અધ્યાદેશ ફાડી નાંખ્યો હતો, તે બાદ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ રાજીનામું આપવા માંગતા હતા. આ દાવો આયોજન પંચ (હવે નીતિ આયોગ)ના પૂર્વ અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ કર્યો છે. અહલૂવાલિયાએ જણાવ્યું કે, ત્યારે મનમોહન સિંહ તેમને પૂછ્યુ હતું કે, શું મારે રાજીનામું આપી દેવું જોઈએ? જો કે મેં ડૉ. સિંહને કહ્યું હતું કે, મને નથી લાગતુ કે આ મુદ્દે રાજીનામું આપવું યોગ્ય રહેશે.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. આ ચૂકાદાના બિનઅસરકારક કરવા માટે UPA સરકાર અધ્યાદેશ લાવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ અધ્યાદેશ બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઈએ.

અહલૂવાલિયાએ જણાવ્યું કે, હું ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રીના પ્રતિનિધિમંડળનો હિસ્સો હતો. મારા ભાઈ અને રિટાયર્ડ IAS સંજીવે ફોન કર્યો હતો કે, તેમણે એક આર્ટીકલ લખ્યો હતો. જેમાં પ્રધાનમંત્રીની આકરી આલોચના કરવામાં આવી હતી.

અહલૂવાલિયાએ પોતાના નવા પુસ્તક “બેકસ્ટેજ: ધી સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ્ ઈયર્સ”માં લખ્યું છે કે, મેં પહેલું કામ આ આર્ટીકલને લઈને પ્રધાનમંત્રી પાસે જવાનું કર્યું. તેમણે શાંતિથી વાંચ્યા બાદ મને પૂછ્યું કે, શું તમને લાગે છે કે મારે રાજીનામું આપી દેવું જોીએ?

અહલૂવાલિયાએ જણાવ્યું કે, મેં થોડા સમય સુધી આ મામલે વિચાર કર્યો અને પછી કહ્યું કે, મને નથી લાગતું કે આ મુદ્દા પર રાજીનામું આપવું યોગ્ય રહેશે. મને વિશ્વાસ હતો કે, મેં તેમને સાચી સલાહ આપી છે. અહલૂવાલિયાએ લખ્યું છે કે, અધ્યાદેશ ફાડવાને પ્રધાનમંત્રી પદની ગરિમાને ઓછી કરવાના રૂપમાં જોવામાં આવી અને હું તેમા સહમત નહતો.

સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમિશન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર