Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભાગેડુ નિત્યાનંદ સાથે સંકળાયેલી મંજુલા શ્રોફની DPS સ્કૂલને ફરી શરૂ કરવા દલાલો સક્રિય

ભાગેડુ નિત્યાનંદ સાથે સંકળાયેલી મંજુલા શ્રોફની DPS સ્કૂલને ફરી શરૂ કરવા દલાલો સક્રિય

0
908

અમદાવાદ: અમદાવાદના હાથીજણ વિસ્તારમાં મંજુલા શ્રોફની DPS સ્કૂલ ફરી ચર્ચામાં છે. મંજુલા શ્રોફની DPS સ્કૂલને નાના પ્રકારની ગેરરિતીઓ આચરવાના કારણે બંધ કરવામાં આવી હતી.જેથી મંજુલા શ્રોફને મોટો ફટકો પડ્યો છે. પરંતુ મળી રહેલ અહેવાલ મુજબ બંધ બારણે ફરી આ સ્કૂલને શરૂ કરવા માટે સિસ્ટમ સક્રિય થયેલ છે. manjula shroff dps school

અમદાવાદના હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં CBSE બોર્ડે મંજુલા શ્રોફની DPS પૂર્વ સ્કૂલની માન્યતા રદ કરી હતી. ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપમાં DPS ઇસ્ટના CEO મંજુલા શ્રોફ અને ટ્રસ્ટી હિતેન વસંત સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. મંજુલા શ્રોફ અને હિતેન વસંત અત્યારે વચગાળાના જામીન ઉપર બહાર છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વચગાળાના જામીનને રદ કરવા માટે ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવી નથી. જો હાઇકોર્ટ જામીન આપે તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય પણ 90 દિવસ વિત્યા છતા કોઇ અપીલ કરવામાં આવી નથી. તેવી પરિસ્થિતિમાં તમામ તર્ક વિતર્કો શરૂ થયેલ છે કે શું મંજુલા શ્રોફને બચાવવા માટે અપીલ કરવામાં આવી નથી? manjula shroff dps school

આ પણ વાંચો: નિત્યાનંદ કુકર્મ: કોણ છે બાબાની સાગરીત રશ્મી શાહ, મંજુલા અને અમિતાભ શાહની શું છે ભૂમિકા? manjula shroff dps school

સુપ્રીમ કોર્ટમાં અપીલ ના કરતા હવે જો મંજુલા શ્રોફને કાયદાના સકંજામાં લાવવી હોય તો ટ્રાયલ કોર્ટનો રસ્તો જ બાકી છે પરંતુ કાચબા ગતિએ ચાલતી તપાસથી કઇ ઉકળશે અને મંજુલા શ્રોફ જેવા ધનાઢ્યો ઉપર કાયદાનો ગાળિયો કસાશે તેમ જણાતુ નથી. manjula shroff dps school

આ પણ વાંચો: DPS ઇસ્ટની તપાસ પતી પરંતુ મંજુલા શ્રોફની કેલરોક્સ યૂનિવર્સિટીના કુકર્મોને છાવરશે સરકાર?manjula shroff dps school

DPS સ્કૂલની આ ઘટનાને એક વર્ષ થવા આવ્યુ છતા તમામ આરોપીઓ કાયદાના સકંજાની બહાર છે. સ્કૂલમાં ચાલતા કુકર્મી નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની 31 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર રહેવાની છૂટ માંગતી અરજી હાઇકોર્ટે માન્ય રાખી હતી જોકે, તેનો સિસ્ટમે વિરોધ કર્યો નહતો. manjula shroff dps school

આટલુ ઓછુ હોય તેમ DPS પૂર્વ સ્કૂલને ફરી શરૂ કરવા માટે મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રના એક નાના બિલ્ડરે હવાલો સંભાળ્યો છે. આ બિલ્ડર સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા હોવાની વાતો વહેતી કરીને અમદાવાદના મીડિયાથી લઇને સચિવાલય સુધી DPSને ફરી શરૂ કરવાનો આગ્રહ કરી રહ્યો છે. આ બિલ્ડર ભાજપના એક મોટા ગજાના નેતા સાથે વ્યક્તિગત સબંધ ધરાવતા હોવાનો પણ ડંફાસ મારી રહ્યો છે. બિલ્ડર સાથે થયેલી સુત્રની ચર્ચા મુજબ, એજ્યુકેશન બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે, “તમે મીડિયાને સંભાળી લો, તો તમને અમે પૂર્ણ સહયોગ આપીશુ અને ડીપીએસને શરૂ કરવા માટે રસ્તો કરી આપીશ.manjula shroff dps school