નવી દિલ્હી: Twitter ઇન્ડિયા હેડ મનીષ માહેશ્વરી હવે માઇક્રોબ્લોગિગ સાઇટ માટે USમાં ઓપરેશન્સ સંભાળશે. માહેશ્વરી ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પદ પર આશરે 2 વર્ષ બન્યા રહ્યા, તેમણે વર્ષ 2019માં ટ્વિટર ઇન્ડિયા જોઇન કર્યુ હતુ.
મનીષ માહેશ્વરીએ એપ્રિલ 2019માં નેટવર્ક 18 છોડીને ટ્વિટર ઇન્ડિયા જોઇન કર્યુ હતુ. હવે કંપની માટે અમેરિકામાં કામ કરશે. ત્યા તેમનું પદ રેવેન્યૂ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સમાં સીનિયર ડિરેક્ટરનું હશે.
Twitterના JPAC વાઇસ પ્રેસિડેન્ટ Yu Sanએ ટ્વિટર પર માહેશ્વરીનો નવો રોલમાં સ્વાગત કર્યુ છે, તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે બે વર્ષથી વધુ ટ્વિટર ઇન્ડિયામાં લીડરશિપ માટે આભાર. Yu Sanએ તેમણે માહેશ્વરીને અમેરિકામાં મળેલા નવા રોલ માટે શુભેચ્છા પાઠવી છે. હવે માહેશ્વરી ટ્વિટર અમેરિકામાં રેવેન્યૂ સ્ટ્રેટેજી અને વિશ્વભરના નવા માર્કેટ ઓપરેશનના હેડ તરીકે કમાન સંભાળશે.
મહત્વપૂર્ણ છે કે માહેશ્વરી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહ્યા છે. કહેવામાં આવ્યુ કે તેમણે ટ્વિટર પર ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર લખી રાખ્યુ છે પરંતુ અસલમાં કહે છે કે તે ટ્વિટર અમેરિકાને રિપોર્ટ કરે છે.
આ પણ વાંચો: Twitter એકાઉન્ટ લૉક થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ- આ મારા લાખો ફૉલોઅર્સનું અપમાન
પહેલા તેમના ટ્વિટર હેન્ડલ પર મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયા લખેલુ હતુ પરંતુ હવે તેમણે પોતાનો ટ્વિટર બાયો બદલી નાખ્યો છે. ટ્વિટર પર તેમણે બિઝનેસ એટ ટ્વિટર ઇન્ડિયા લખેલુ છે.
પોતાના બાયોમાં તેમણે એવુ પણ લખ્યુ છે કે તે કોન્ટેન્ટના ઇન્ચાર્જ નથી, કારણ કે કોન્ટેન્ટ ટ્વિટર ઇંક મેનેજ કરે છે. ટ્વિટર ઇંક એટલે ટ્વિટર અમેરિકા. પોતાના બાયોમાં તેમણે ગ્રિવાંસ ઓફિસર વિનય પ્રકાશનું ઇમેલ આઇડી પણ આપ્યુ છે.