Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધતા અને કાળા બજારી રોકવાનું જાણાયુ છતાં ગુજરાત સરકાર ગંભીર નથીઃ કોંગ્રેસ

રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધતા અને કાળા બજારી રોકવાનું જાણાયુ છતાં ગુજરાત સરકાર ગંભીર નથીઃ કોંગ્રેસ

0
75

નિકાસ પ્રતિબંધિત રેમડેસિવીરનો જથ્થો જરુરિયાતમંદ દર્દીઓને પહોંચતો કરવા મનીષ દોશીનો PMને પત્ર

ગાંધીનગરઃ દેશમાં રેમડેસીવીર ઇજેક્શનને લઈને સર્જાયેલી અછત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Manish Doshi letter to PM) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં નિકાસ માટે બનેલા ઈન્જેક્શનનો જથ્થો અટકી પડ્યો છે જે લાખોની સંખ્યામાં થાય છે ત્યારે, ખાસ કિસ્સામાં મંજૂરી આપીને આ નિકાસ માટેના ઈન્જેક્શન સરકારી હોસ્પીટલોમાં દાખલ કોરોના દર્દીને તબીબોની સલાહ અનુસાર તાત્કાલિક મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા રજુઆત કરી છે.

ડો. દોશીએ પત્ર (Manish Doshi letter to PM)માં લખ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા તા. 7-4-2021ના રોજ તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ થાય અને કાળા બજારી અટકે તે માટે પત્ર લખ્યો છતાં ગુજરાત સરકારમાં ગંભીરતા જણાતી નથી. ​

આ પણ વાંચોઃ કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર PSA ઓક્સિજન પ્લાન્ટનો અમિત શાહે પ્રારંભ કરાવ્યો

વિવધ કંપનીની રેમડેસિવીરના ભાવ અલગ

સમગ્ર દેશમાં જુદી જુદી સાત દવા કંપની રેમડેસિવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે, જેની કિંમત પણ અલગ અલગ છે. કોરોના મહામારી અને વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ રેમડેસીવીર ઈન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ અંગે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.

નિકાસના જથ્થા પર ‘only for export ચિત્રિત

રેમડેસીવીર ઈન્જેક્શનના નિકાસના આ જથ્થા પર ‘only for export’લખેલું હોય છે. જો સરકાર ખાસ કિસ્સામાં મંજૂરી આપે તો જ ડોમેસ્ટીક માર્કેટમાં આ ઈન્જેક્શન જથ્થાનો કાયદાકીય ઉપયોગ કરી શકાય. આ અંગે કેન્દ્ર સરકારે તાકીદે નિર્ણય કરીને હાલ, જે રેમડેસીવીર ઈન્જેક્શનની તંગી વર્તાય છે અને કાળાબજારી થઈ રહી છે તેના ઉકેલના ભાગરૂપે યોગ્ય કિસ્સામાં પગલા ભરીને કોરોના દર્દીને રાહત મળે તે માટેના પગલાં ભરવા સૂચન કર્યું છે.

આ પણ વાંચોઃ મોટાપાયે 900 બેડની DRDO હોસ્પિટલનું ઉદ્ધઘાટન તો થયું, પણ દર્દીઓ દુઃખી મને પાછા ફરે છે

રેમડેસિવીર ઇજેક્શનને લઈને ભારે ભાંજગડ

અત્રે ઉલ્લેખનીય છે કે, રેમડેસિવીર ઇજેક્શનને લઈને ભારે ભાંજગડ ઉભી થઇ છે. ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન સહિતના દસ્તાવેજો હોવા છતાં હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહિ હોવાના કારણે હોમ ક્વોરોન્ટાઈન થયેલા દર્દીઓની હાલત કફોડી થઈ છે. Manish Doshi letter to PM

રેમડેેસીવીર અંગે થતા કાળા બજાર રોકવા તથા દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat