Gujarat Exclusive > રાજનીતિ > મણિપુર કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદાસનું રાજીનામુ, BJPમાં સામેલ થઇ શકે છે 8 MLA

મણિપુર કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદાસનું રાજીનામુ, BJPમાં સામેલ થઇ શકે છે 8 MLA

0
42

મણિપુર કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. પાર્ટીના અધ્યક્ષ ગોવિંદાસ કોંથૌજામે રાજીનામુ આપી દીધું છે. મીડિયા રિપોટ્સ અનુસાર આજે મણિપુરમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

ગોવિંદદાસ કોંથોજમ વિષ્ણુપર વિધાનસભા ક્ષેત્રથી સતત છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યાં. પાછલા વર્ષે ડિસેમ્બરમાં તેમને મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજીનામું આપવું કોંગ્રેસ માટે મોટો ઝાટકો છે, કેમ કે આગામી વર્ષ મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

શારદા દેવીને મણિપુરના બીજેપી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આનાથી પહેલા એસ ટિકેન્દર સિંહ બીજેપી અધ્યક્ષ હતા, જેમની કોરોનાથી મે મહિનામાં મૃત્યુ થઈ ગયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat