માંડવી, કચ્છનું માંડવી શહેર તેના વહાણવટાના ઉદ્યોગ માટે જાણીતું છે. 400 વર્ષથી અહીં લાકડાના વિશાળ વહાણ તૈયાર કરાય છે પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં મંદી આવી છે. આ મંદીથી દૂર હવે માંડવીના દરિયા કાંઠે નવી શરુઆત થઈ છે.
ગુજરાતમાં અગાઉ ક્યારેય ન બનેલું લોખંડનું મહાકાય જહાજ માંડવીમાં નિર્માણ પામી રહ્યું છે. રિવર સી વેસલ ટાઈપ 4 તરીકે ઓળખાતું આ જહાજ 25 કરોડની કિંમતમાં તૈયાર થશે.
ગાંધીધામ સ્થિત રિષી શિપિંગ કંપની આ જહાજ તૈયાર કરી રહી છે. હાલ આ જહાજ માંડવી પોર્ટની સામે પાર સલાયા ગામ તરફના કિનારે તૈયાર થઈ રહ્યું છે.
Advertisement
Advertisement
આ જહાજનું એન્જિન 600 હોર્સ પાવર ધરાવે છે, 2.5 હજાર ટન કાર્ગો ઉપાડવા સક્ષમ
આ જહાજનું એન્જિન 600 હોર્સ પાવર ધરાવતા બે એન્જિન થકી આ વેસલ 2.5 હજાર ટન કાર્ગો ઉપાડવા સક્ષમ છે. આઠ મહિનાથી દિવસ રાત 100થી વધારે કર્મચારીઓ આ જહાજના નિર્માણમાં લાગ્યા છે.
માંડવીમાં નિર્માણ પામતા જહાજ દુબઈ, મસ્કત સહિત આફ્રિકન દેશોની સફર ખેડે છે
માંડવીમાં વહાણવટાનો ઉદ્યોગ તો ચાર સદીથી ધમધમે છે પરંતુ અત્યાર સુધી અહીં માત્ર લાકડાના જ વહાણ બન્યા છે જેને કન્ટ્રી ક્રાફ્ટ વેસલ કહેવાય છે. આ વહાણ દુબઈ, મસ્કત સહિત આફ્રિકાના દેશો સુધી સફર ખેડે છે પરંતુ છેલ્લા બે દાયકાથી ખૂબ મંદી આવી છે.
Advertisement