Gujarat Exclusive > દેશ-વિદેશ > Man burnt alive: બાકી પગાર માગતા સેલ્સમેનને દારુના કોન્ટ્રાકટરોએ ડીપ ફ્રીઝ બંધ કરી જીવતો સળગાવી દીધો

Man burnt alive: બાકી પગાર માગતા સેલ્સમેનને દારુના કોન્ટ્રાકટરોએ ડીપ ફ્રીઝ બંધ કરી જીવતો સળગાવી દીધો

0
85
  • રાજસ્થાનના અલવર જિલ્લાની હૃદયદ્રાવક ઘટના, દારુના કોન્ટ્રાકર ફરાર
  • પુજારીને જીવતો સળગાવ્યા બાદ બીજી ઘટનાથી ચકચાર જાગી

અલવરઃ રાજસ્થાનના અલવર જિલ્લામાં હચમચાવી નાંખતી ઘટના બની છે. અહીં શરાબના એક દારુના કોન્ટ્રાક્ટરોએ પોતાના સેલ્સમેનને ડીપ ફ્રીઝમાં બંધ કરી જીવતો સળગાવી (Man burnt alive)દીધો. દલિત સેલ્સમેનનો ગુનો એટલો હતો કે તેણે લોકડાઉનથી નહીં મળેલો પાંચ મહિનાનો બાકી પગાર માગ્યો હતો.

ઘટના અલવરના ખેરથલ પોલીસ મથક હેઠળના કુમપુર ગામની છે. પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરુ કરી છે. 23 વર્ષીય કમલ કિશોર નામના સેલ્સમેનના પરિવારજનોએ આરોપી કોન્ટ્રાક્ટર સુભાષ ચંદ યાદવ અને રાકેશ યાદવ પર હત્યાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચોઃ મૈંક્રોને બોલવાનું ભારે પડ્યુઃ ઘણા દેશોમાં Boycott France, ભારતમાં પણ વિરોધ

રાજસ્થાનમાં 18 દિવસ પહેલાં કરોલીમાં એક પુજારીને જમીન મામલે જીવતો સળગવવા (Man burnt alive)ની ઘટનાની શાહી હજુ ભૂંસાઇ નથી, ત્યાં આવા પ્રકારની બીજી ઘટનાએ ચકચાર જગાવી છે. કુમપુર ગામની આ ઘટના શનિવાર રાતની હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના ભાઇએ પોલીસમાં FIR નોંધાવી

ખૈરથલ પોલીસ મથકના ઇન્ચાર્જ દારા સિંહે જણાવ્યું કે મૃતકના ભાઇ રુપ સિંહ ધનકાએ FIR નોંધાવી છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે યુવક કમલ કિશોરે પગાર માંગતા કોન્ટ્રાક્ટર સુભાષ યાદવે કમલને દુકાનના ફ્રીઝરમાં બંધ કરી સુનિયોજીત રીતે આગ લગાવી જીવતો સળગાવી (Man burnt alive) દીધો.

આ પણ વાંચોઃ Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

રુપ સિંહે જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટર સુભાષ અને રાકેશ યાદવ શનિવારે સાંજો કમલ કિશોરને બોલાવીને લઇ ગયા હતા. પછી રાત્રે પેટ્રોલ છાંટી સળગાવી (Man burnt alive) દીધો. તેનાથી કમલ કિશોરનું જીવતા સળગી જવાથી મોત થઇ ગયું.

રવિવાર સુધી કમલ ઘેર ન આવતા તેને દુકાને શોધવા ગયા હતા.સવારે આગના સમાચાર મળતા બધા ત્યાં પહોંચ્યા તો દુકાનનું શટર બંધ હતું.  શટર ખોલી અંદર જોયું તો આખી દુકાન સળગી ગઇ હતી અને કમલ ડીપ ફ્રીઝની અંદર મૃત હાલતમાં હતો.

આ ઘટનાને પગલે રાજસ્થાનના દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પરિવારે જ્યુડિશિયલ તપાસની માગ કરી છે. ઘટના સ્થળો પહોંચેલી પોલીસે મૃતદેહ સેટેલાઇટ હોસ્પિટલમાં મોકલ્યો હતો. ત્યાર નારાજ પરિવારજનો કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવા અડી ગયો હતો. સમજાવટ પછી તેઓ સાંજે મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા.

બંને આરોપી ફરાર, એક આરોપીની મા પંચાયત સરપંચ

રિપોર્ટ મુજબ દારુની દુકાનમાં આગ લાગ્યા પછીથી જ કોન્ટ્રાક્ટર સુભાષ અને રાકેશ યાદવ ફરાર છે. દુકાનમાં લાખોનો માલ સળગી ગયા પછી પણ તેઓ સામે આવ્યા નથી. હત્યાના આરોપ છતાં પોલીસે તેમની શોધખોળ પણ કરી નથી. તેનું કહેવું છે કે એફએસએલ ટીમ બોલાવી તપાસ કરાવવામાં આવશે. આ કેસમાં વધુ સાક્ષીઓ પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે. બંને આરોપીમાંથી એક રાકેશ યાદવની મા મછરૌલી ગામની પંચાયત છે.

આ પણ વાંચોઃ સાવધાનઃ મોટી ભવિષ્યવાણી, ફેબ્રુ.માં INDIA CHINA PAK WAR થઇ શકે

લાગે છે સોમાલિયામાં વસીએ છીએઃ ભાજપ

દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સતીષ પૂનિયાએ ટ્વીટ કરી સોમવારે જણાવ્યું કે એવું લાગે છે કે આપણે આફ્રિકાના સોમાલિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં કોઇ કાયદો અને વ્યવસ્થા નથી. તેથી સીએમ અશોક ગેહલોતને પોતાના હોદ્દા પર રહેવાનો કોઇ અધિકાર છે?