Gujarat Exclusive > દેશ-વિદેશ > મમતા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક, સાંજે 7 વાગ્યે રાજ્યપાલને મળશે

મમતા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક, સાંજે 7 વાગ્યે રાજ્યપાલને મળશે

0
25

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક બાદ ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા પોતાના નેતાને ચૂંટી લેવામાં આવશે, તે બાદ મમતા બેનરજી પત્રકાર પરિષદ કરશે. સાંજે સાત વાગ્યે રાજ્યપાલને મળવા રાજભવન જશે અને રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે મમતા બેનરજી રાજ્યપાલ સામે સરકારની રચનાનો દાવો રજૂ કરશે.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં 292 બેઠક પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ 213 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 200 બેઠક પર જીતનો દાવો કરનારી ભાજપને માત્ર 77 બેઠકથી સંતોષ કરવો પડ્યો છે. ચૂંટણીમાં ડાબેરી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.

આ પણ વાંચો: બંગાળમાં 1972થી શાસક પક્ષની 200 કરતા વધુ સીટ જીતવાની પરંપરા, માત્ર 2001 અપવાદ

નંદીગ્રામમાં શુવેન્દુ અધિકારી સામે હારી ગયા મમતા

રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજી નંદીગ્રામમાં પોતાના નજીકના વિરોધી ભાજપના ઉમેદવાર શુવેંદુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા છે પરંતુ બંધારણીય જોગવાઇ અનુસાર મમતા બેનરજી હજુ પણ મુખ્યમંત્રી બની શકે છે. સીએમ બન્યાબાદ તેમણે છ મહિનાની અંદર કોઇ વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતવી પડશે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીત બાદ ટીએમસી રાજ્યમાં સતત ત્રીજી વખત આસાનીથી સરકાર બનાવી લેશે. મમતા બેનરજી વર્ષ 2011માં ડાબેરીઓને હરાવીને સત્તામાં આવ્યા હતા અને તે સમયે પણ તે ધારાસભ્ય નહતા. બાદમાં ભવાનીપુરમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat