Gujarat Exclusive > રાજનીતિ > મમતાની સ્થિતિ ‘ગઢ આલા સિંહ ગેલા’ જેવી, બંગાળ જીત્યું પણ નંદીગ્રામ ગુમાવ્યુ

મમતાની સ્થિતિ ‘ગઢ આલા સિંહ ગેલા’ જેવી, બંગાળ જીત્યું પણ નંદીગ્રામ ગુમાવ્યુ

0
33

બંગાળમાં તૃણમુલને 2016 જેટલી જ 214 બેઠકો મળી, ભાજપે કર્યું કોંગ્રેસને નુકસાન

કોલકોતાઃ પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીની સ્થિતિ ‘ગઢ આલા સિંહ ગેલા’ જેવી, રહી એટલે રાજ્યમાં સત્તા મેળવી લીધી પરંતુ પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી (Mamata lost Nandigram) દીધી. ગયા. રવિવારે આખા દિવસ સુધી ચાલેલા રસાકસી ભર્યા ઉલટફેર બાદ મમતા તેમના કટ્ટર હરિફ અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગયા.

17 રાઉન્ડના અંતે નંદીગ્રામનું ચિત્ર સ્પષ્ટ થયું

રવિવારે રાત્રે 11 વાગ્યા બાદ 17મા રાઉન્ડના અંતે આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થતાં ચૂંટણી પંચે શુભેન્દુને 1956 મતે જીતેલા જાહેર કર્યા. અગાઉ મમતા 12000 કરતા વધુ મતે જીત્યાના અહેવાલ આવ્યા હતા. ત્યાર બાદ શુભેન્દુએ 16 હજારથી વધુ વોટથી જીત મેળવી હોવાના સમાચાર આવ્યા. મમતાએ 12થી 15 રાઉન્ડ સુધી સરસાઈ બનાવી રાખી, પરંતુ અંતે અધિકારીએ તેમને (Mamata lost Nandigram)હરાવ્યા.

આ પણ વાંચોઃ બંગાળ: પક્ષ બદલીને BJPમાં ગયેલા મોટા ચહેરાથી TMCને કેટલુ નુકસાન?

બંગાળની આ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે મેદાનમાં હતા. તેમનો મુકાબલો શુભેન્દુ અધિકારી સાથે હોવાથી અહીં ચૂંટણી ભારે રસપ્રદ બની હતી. જેમાં મમતા બેનરજીની ટીએમસી 214 બેઠકો સાથે ફરી સત્તા પર આવી ગઇ. રાજ્યમાં 294માંથી 292 બેઠકો માટે મતદાન થયું હતું. તેથી બહુમતી માટે 147 બેઠકોની જરુર હતી.

2016માં 76 બેઠક મેળવનારી કોંગ્રેસનું માત્ર ખાતુ ખુલ્યુ

ભાજપને 76 બેઠકો મળી. તે વિપક્ષની ભૂમિકા ભજવશે. સૌથી મોટુ નુકસાન કોંગ્રેસને થયું. તેને માત્ર 1 બેઠક મળી. 2016માં તેની 76 સીટ હતી. એટલે ભાજપ ટીએમસીનું કાંઇ ભગાડી શક્યો નહીં. જે નુકસાન કર્યું તે કોંગ્રેસને કરી તેને મળેલી 75 બેઠકો પર કબજો મળવી સારો દેખાવ જરુર કર્યો.

બંગાળમાં 2016 અને 2021નું વિધાનસભા ગણિત

               પક્ષ         2016          2021 (+/-)     %વારી

    • TMC       214               214(0)         47.9
    • ભાજપ       03                 76(+73)     38.1
    • કોંગ્રેસ        76                 01 (-75)        7.8
    • અન્ય         01                 01(0)            5.5

આ પણ વાંચોઃ બંગાળમાં ધ્રુવીકરણનનો દાવ ભાજપ પર જ પડ્યો ભારેઃ હિન્દુ મતદારોને રિઝવી ન શક્યો

આ પહેલાં સાંજે સાડા 4 વાગ્યે સમાચાર આવ્યા કે નંદિગ્રામમાં મમતાએ 1200 વોટથી જીત મેળવી, પરંતુ દોઢ કલાક પછી સાંજે 6 વાગ્યે ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ દાવો કર્યો કે મમતા જીત્યા નથી, પરંતુ 1622 વોટથી હારી ગયા છે. તો ચૂંટણી પંચની વેબસાઈટ અલગ જ આંકડા રજૂ કરતા રહ્યાં. Mamata lost Nandigram

બંગાળમાં સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા આ સીટ પર જોવા મળી. તૃણુમૂલ છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુએ કહ્યું હતું કે તેઓ 50 હજાર વોટથી જીતશે અને જો હારી જશે તો રાજકારણ છોડી દેશે.બંગાળમાં પ્રારંભિક અઢી કલાકમાં જ તૃણમૂલ કોંગ્રેસ 147  સીટોની બહુમતીના આંકડાને પાર કરી ગઈ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat