Gujarat Exclusive > રાજનીતિ > નંદીગ્રામ સીટ પરથી હારી શકે છે મમતા બેનર્જી, આ એક્ઝિટ પોલમાં શુભેન્દુ અધિકારી આગળ

નંદીગ્રામ સીટ પરથી હારી શકે છે મમતા બેનર્જી, આ એક્ઝિટ પોલમાં શુભેન્દુ અધિકારી આગળ

0
49

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 8 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. રાજ્યની સૌથી હાઈપ્રોફાઈલ અને ચર્ચિત બેઠક નંદીગ્રામ રહી છે. આ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને એક સમયે તેમના સહયોગી રહેલા શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં તમામની નજરો આ બેઠક પર મંડરાયેલી છે. ઈન્ડિયા ટૂડેના એક્ઝિટ પોલમાં નંદીગ્રામની બેઠક ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે, આ બેઠક પર 2009ની પેટાચૂંટણીથી તૃણમૂલ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં TMCની ટિકિટ પર લડેલા શુભેન્દુ અધિકારીની જીત થઈ હતી. તેમણે લેફ્ટ ઉમેદવાર અબ્દુલ કબીર શેખને 81 હજાર મતોથી પરાજય આપ્યો હતો. જે બાદ મમતા કેબિનેટમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જો કે આ વિધાનસભા ચૂંટણી પહેલા જ અધિકારીએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. જે બાદ મમતા બેનરજીએ પણ આજ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

શુભેન્દુ અધિકારી પહેલા નંદીગ્રામ બેઠક પરથી TMC ઉમેદવાર ફિરોઝા બીબીએ બે વખત જીત મેળવી છે. આ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીએ આ બેઠકને પોતાની પ્રતિષ્ઠાની જંગ બનાવી દીધી છે. મમતા લગભગ એક અઠવાડિયા સુધી નંદીગ્રામમાં ધામા નાખ્યાં હતા, જ્યાં 1 એપ્રિલે આ બેઠક પર 88 ટકા મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે. જેમાંથી ભાજપે 200થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક વખત “અબકી બાર, 200 પાર”ના નારા લગાવી ચૂક્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat