Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > બંગાળમાં મમતા, અસમમાં જીતી બીજેપી, 2021માં માત્ર હાર્યું ચૂંટણી પંચ

બંગાળમાં મમતા, અસમમાં જીતી બીજેપી, 2021માં માત્ર હાર્યું ચૂંટણી પંચ

0
66

રમતમાં જીત અથવા હાર માત્ર રમનારી બે ટીમોની જ નહીં પરંતુ ખેલ નિષ્પક્ષ થાય અને ખેલનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય, તે રેફરીની જીત અને હારને પણ નક્કી કરે છે. જો 2021 વિધાનસભા ચૂંટણીને લોકતંત્રના ખેલ માનીએ તો બંગાળમાં મમતા, અસમ-પોંડિચેરીમાં બીજેપી, તમિલનાડૂમાં ડીએમકે અને કેરલમાં લેફ્ટને જીત મળી પરંતુ હાર્યું માત્ર ચૂંટણી પંચ છે.

પ્રશાંત કિશોરે પરિણામ આવ્યા પછી ચૂંટણી રણનીતિકારની ભૂમિકામાંથી સન્યાસ લેતા ચૂંટણી પંચ પર પક્ષપાતના ગંભીર આરોપ લગાવ્યા.

પ્રશાંત કિશોરે કહ્યું કે- આયોગે એક જ જિલ્લામાં 4 તબક્કામાં ચૂંટણી કરાવી. 24 પરગનામાં એવું કરવામાં આવ્યું કેમ કે, ત્યાં TMC મજબૂત હતી. આટલું પક્ષપાત કરનાર ચૂંટણી પંચ મેં ક્યારેય દેખ્યું નહતુ. ચૂંટણી પંચે બીજેપીને જીતાડવા માટે દરેક સંભવ કોશિશ કરી અને પંચે બીજેપીની ‘બી ટીમ’ની જેમ કામ કર્યું છે.

પીકેના આરોપો પર ચૂંટણી પંચ જવાબ આપશે પરંતુ આમ પણ ચૂંટણી પંચ પર જેટલા પ્રશ્ન 2021ની ચૂંટણીઓ દરમિયાન ઉભા થયા છે, તેટલા કદાચ આઝાદી પછીના બધી જ ચૂંટણીઓમાં ઉઠ્યા નથી. ચૂંટણી પંચ, જે એક બંધારણીય એકમ છે, જેની જવાબદારી માત્ર નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની નહીં પરંતુ જ્યારે દેશ આ અભૂતપૂર્વ મહમારીમાંથી પ્રસાર થઈ રહ્યું હતુ, જ્યારે પ્રતિદિવસ બે લાખથી વધારે સંક્રમિત અને 2500થી વધારે લોકોના મોત થઈ રહ્યાં હતા, ત્યારે તેની જવાબદારી હતી કે, તે લેબલ પ્લેયિંગ ફિલ્ડી બનાવતું જેનાથી લોકશાહી ચૂંટણીની શુદ્ધતા પણ યથાવત રહેતી અને મોટા સ્તર પર ચૂંટણી સુપર સ્પ્રેડર બનવાનું કામ કરતી નહીં.

પરંતુ ચૂંટણી પંચ ના આચાર સંહિતાને લાગું કરી શકી અને ના કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરાવી શકી.

ECએ વિધાનસભા ચૂંટણીને સુપર સ્પ્રેડર બનવા દીધી

જ્યારે એક બંધારણીય સંસ્થા (મદ્રાસ હાઈકોર્ટ) એક બીજી બંધારણીય સંસ્થા (ચૂંટણી પંચ) પર ટિપ્પણી કરતા તેના પર મર્ડર ચાર્જ લગાવવાની વાત કરે તો મામલો સંગીન થઈ જાય છે.

AIDMK નેતા અને તમિલનાડૂ પરિવહન મંત્રી એમ.આર વિજયભાસ્કરની અરજી પર સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનર્જી અને ન્યાયમૂર્તિ સેંથિલકુમાર રામામૂર્થિની બેન્ચે ચૂંટણી પંચ પર વિધાનસભા ચૂંટણીમાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન ના કરાવવાનો દોષારોપણ કરતાં કહ્યું કે, “આપણે જે સ્થિતિમાં છીએ (મહામારી) તેના માટે માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે અને ચૂંટણી પંચ પર મર્ડરનો ચાર્જ લાગવો જોઈએ.”

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું- “કોર્ટ દ્વારા વારંવાર કહેવા પર કે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરાવો, પોતાની રાજકિય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન પર કોઈ જ પગલાઓ ભર્યા નહીં. જ્યારે રેલીઓ થઈ રહી હતી ત્યારે તમે બીજા ગ્રહ પર હતા.”

ચૂંટણી પંચ: નિષ્પક્ષતાના મોરચા ઉપર પણ ફેલ?

ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત વિસ્તારના વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચના કેટલાક નિર્ણય એવા પણ રહ્યાં જેને તેની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવ્યા. વિશેષ કરીને ચૂંટણી પંચ દ્વારા અસમ બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમા પર લગાવેલો 48 કલાક પ્રતિબંધનો નિર્ણય પરત લેવો.

ECએ સરમા પર આ પ્રતિબંધ બોડોલેન્ડ પીપુલ્સ ફ્રંટના પ્રમુખ હાગરામા મોહિલારીને બીજેપીના રાજ્યમાં આવવા પર NIA કેસમાં જેલ મોકલવાની કથિત ધમકી પર લગાવ્યો હતો.

આના પર પહેલા તો ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને સરમા ઉપર 48 કલાક ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવી દીધો પછી થોડીવારમાં પોતાનો નિર્ણય પરત પણ લઈ લીધો. જ્યારે DMKના એ. રાજા પર આવી રીતના પ્રતિબંધને માફી માંગવા છતાં ચૂંટણી પંચે પરત લીધો નહીં.

તદ્દ ઉપરાંત વિપક્ષ તે આરોપ લગાવતું રહ્યું છે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણીને 8 તબક્કાઓમાં કરાવવાનો સીધો ફાયદો બીજેપીને થઈ ગયો, જ્યા દરેક તબક્કાની ચૂંટણીથી પહેલા વડાપ્રધાન, ગૃહમંત્રીથી લઈને દરેક સ્ટાર કેમ્પેનરને ચૂંટણી પ્રચાર માટે પર્યાપ્ત સમય મળ્યો.

જેવી રીતે ન્યાયપાલિકાની બાબતમાં ન્યાય થવાની સાથે ન્યાય થતો દેખાવો જરૂરી છે, તેવી જ રીતે ચૂંટણી પંચનું પણ નિષ્પક્ષ દેખાવું ખુબ જ જરૂરી છે. લોકોનો લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ બનેલો રહે અને ચૂંટણી પંચ આવી રીતે ના હારે, તે માટે જરૂરી હતું ચૂંટણી પંચ આચાર સંહિતાથી લઈને કોવિડ ગાઈડલાઈન્સ સુધી નિષ્પક્ષતા અને જવાબદારીથી લાગું કરાવતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat