Gujarat Exclusive > રાજનીતિ > ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધના વિરોધમાં મમતાના ધરણા, પેઇન્ટિંગ્સ દોર્યા

ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધના વિરોધમાં મમતાના ધરણા, પેઇન્ટિંગ્સ દોર્યા

0
58

ધાર્મિક આધારે મતદારોને એક થવા મામલે મમતા પર 24 કલાક ચૂંટણી પ્રચાર પ્રતિબંધ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર 24 કલાકના પ્રતિબંધના વિરોધમાં CM મમતા બેનરજી ધરણા (Mamata Dharna painting) પર બેઠાં છે. જેમાં તેઓ પોતાનો જુનો પેઇન્ટિંગનો શોખ પુરો કરી બધાને દેખાડી રહ્યા છે. ચૂંટણી પંચે ગઇકાલે હિન્દુ-મુસ્લિમ ભાષણ મામલે ચૂંટણી પંચે મમતા બેનરજી પર 24 કલાકનો ચૂંટણી પ્રચાર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેની વિરોધમાં મમતા મંગળવારે કોલકાતા ગાંધી સ્ટેચ્યુ પાસે ધરણા પર બેસી ગયાં. આવતીકાલ સુધી તેઓ ધરણા પર બેસવાના છે.

ગાંધી સ્ટેચ્યુ પાસે ધરણા પર બેઠાં મમતા બેનરજી

મમતા બેનરજી આજે વ્હીલચેર પર અહીં આવ્યા હતા અને એક ખાલી કેનવાસ, કેટલાક બ્રશ અને કલર લઇ પેઇન્ટિંગ કરવા લાગ્યા. લોકોની ભીડ ન થાય તે માટે આસપાસ બારકેડિંગ કરી દેવાયું છે. તેઓ ઘરણા પર એકલાં બેઠાં છે.

આ પણ વાંચોઃ બંગાળમાં PMએ કહ્યું- દીદી ગુસ્સો કાઢવો હોય તો આપો મોદીને મનભરીને ગાળો

ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પાર્ટીના કોઇ પણ નેતાને સીએમ મમતા (Mamata Dharna painting) પાસે જવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે તેમનાથી થોડા અંતરે કેટલાક કાર્યકરો અને સમર્થકો દેખાવો કરી રહ્યા છે. નોંધનીય છે કે ધાર્મિક આધારે મતદારોને એક થવાની મમતાની અપીલને ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ. તેથી મમતાને 48 કલાકમાં જવાબ આપવાની નોટિસ આપી. પરંતુ મમતાએ કહી દીધુ હતું કે ગમે તેટલી નોટિસ મળે તેઓ પોતાની વાતથી ફરવાના નથી.

પ્રતિબંધ આજે રાત્રે પુરો થઇ જશે

જો કે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનો સમય આજે રાત્રે પુરો થઇ જશે. ત્યાર બાદ તેઓ બુધવારે કૂચબિહાર જવાના છે. નોંધનીય છે કે બંગાળની ચૂંટણીમાં અત્યારે કૂચબિહાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન સિતાલકૂચીમાં કેન્દ્રીય દળોની ફાઇરિંગમાં 4 સ્થાનિકોના મોત થયા હતા.

ચૂંટણી પંચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ભીડના હુમલાથી બચવા માટે જવાનોને ગોળીબાર કરવો પડ્યો હતો. ભીડ પાસે તીક્ષણ હથિયાર હતા. પશ્ચિમ બંગાળમાં 8 રાઉન્ડમાં મતદાન થવાનું છે, જેમાંથી 4 તબક્કા પતી ગયા છે. હવે 29 એપ્રિલ સુધી બાકીના ચાર તબક્કાની ચૂંટણી પુરી થયા બાદ 2 મેના રોજ કેરળ, તમિલનાડુ, આસામ અને પુંડુચેરી સાથે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું પણ પરિણામ જાહેર થઇ જશે. Mamata Dharna painting

આ પણ વાંચોઃ તૃણમુલના રણનીતિકાર પ્રશાંત કિશોરનો ઓડિયાઃ બંગાળમાં ભાજપની જીત કબૂલી

ચુંટણી પંચ ભાજપનું ગુલામ બની ગયુંઃ તેજસ્વી યાદવ

દરમિયાન રાજદ નેતા લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે ચૂંટણી પંચ ભાજપની ગુલામ બની હોવાનો આરોપ કર્યો છે. બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યુ કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના સેલની જેમ કામ કરી રહ્યુ છે. તે ભાજપનું ગુલામ બની ગયુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat