કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવારમાં બળવો જોવા મળી રહ્યો છે. TMCના પ્રમુખના ભાઇ કાર્તિક બેનરજી સતત મીડિયામાં વંશવાદનું રાજકારણ ખતમ કરવા પર ભાર આપતા રહ્યા છે, તેમણે રાજકારણમાં આવવાના સંકેત પણ આપ્યા છે. કાર્તિક બેનરજીએ કહ્યુ- જેમાં કાબેલિયત છે તેને જ રાજકારણમાં આવવુ જોઇએ. હું મમતા બેનરજીનો ભાઇ છું, જે સારૂ છે તેને જ પસંદ કરવો જોઇએ. BJP
મમતા બેનરજીના ભાઇને એમ પૂછવામાં આવ્યુ કે શું તમે ભાજપમાં સામેલ થશો? જવાબમાં કહ્યુ- સરકાર આવશે અને જશે. ભાજપ આવશે અને કોઇ આવશે. અમને ઋષિ મુનિએ જે કહ્યુ નેતાજી, સુભાષ ચંદ્ર બોસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અથવા જે આદર્શ છે, આપણે તેમના પથનું સ્મરણ કરવુ પડશે. કાર્તિક બેનરજીએ કહ્યુ કે, રાજ્યમાં બહારના વર્સિસ બંગાળનો કોઇ મુદ્દો નથી. શું તમે ભાજપમાં સામેલ થશો? જવાબમાં તેમણે કહ્યુ કે કોઇ પણ પાર્ટીમાં સામેલ થઇ શકુ છું. BJP
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ પર ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારી સહિત કેટલાક ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. અધિકારી મમતા સરકારમાં મંત્રી હતા અને ટીએમસીમાંથી રાજીનામુ આપી ભગવા દળમાં સામેલ થયા હતા. આ રીતે વર્ધમાન પૂર્વ લોકસભા બેઠક પર 2 વખતના સાંસદ અને ટીએમસીના નેતા સુનીલ મંડલ પણ ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની રેલીમાં ટીએમસીના ધારાસભ્ય બનશ્રી મૈતી, શીલભદ્ર દત્તા, બિસ્વજીત કુંડૂ, શુક્ર મુંડા અને સૈકત પાંજા પણ ભાજપમાં સામેલ થયા હતા. BJP
આ પણ વાંચો: Farmer Protest: હરિયાણામાં BJPની સરકાર પર સંકટ? શાહ પછી PM મોદીને મળ્યા ચૌટાલા
બીજી તરફ રાજ્યમાં ભાજપની સતત વધતી તાકાતથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલી સતત વધી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ રીતે પાર્ટીએ ડાબેરી મોરચા અને કોંગ્રેસ સામે ભાજપની સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણ વિરૂદ્ધ લડાઇમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો સાથ આપવાની અપીલ કરી છે. રાજ્યની 294 વિધાનસભા બેઠક પર એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાવાની છે. BJP
આ મામલે તૃણમૂલ કોંગ્રેસના સીનિયર સાંસદ સૌગત રોયે કહ્યુ, “જો ડાબેરી મોર્ચા અને કોંગ્રેસ વાસ્તવમાં ભાજપ વિરૂદ્ધ છે તો તેમણે ભગવા દળની સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણ વિરૂદ્ધ લડાઇમાં મમતા બેનરજીનો સાથ આપવો જોઇએ, તેમણે કહ્યુ કે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી જ ભાજપ વિરૂદ્ધ ધર્મનિરપેક્ષ રાજકારણનો અસલી ચહેરો છે. રોયે દાવો કર્યો કે કેન્દ્રમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પણ યોજના સફળ થઇ થી, તેમણે કહ્યુ કે તૃણમૂલ કોંગ્રેસ વિકાસના હિતોમાં રચનાત્મક ટિકામાં વિશ્વાસ રાખે છે. BJP