Gujarat Exclusive > રાજનીતિ > ગોવામાં મમતા બેનરજીના પ્રહાર- રાજનીતિને સીરિયસ નથી લેતી કોંગ્રેસ, પીએમ મોદી વધુ તાકાતવર બનશે

ગોવામાં મમતા બેનરજીના પ્રહાર- રાજનીતિને સીરિયસ નથી લેતી કોંગ્રેસ, પીએમ મોદી વધુ તાકાતવર બનશે

0
55

પણજી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગોવાના પ્રવાસના અંતિમ દિવસે કહ્યુ કે વડાપ્રધાન વધુ પાવરફુલ બનશે, કારણ કોંગ્રેસ રાજનીતિને ગંભીરતાથી નથી લઇ રહી.

મમતા બેનરજીએ કોંગ્રેસ પર ગોવામાં ગઠબંધન પર નિર્ણય ના લેવાનો પણ આરોપ લગાવ્યો છે. પણજીમાં પત્રકારોને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યુ, કોંગ્રેસ નિર્ણય નથી કરી રહી જેનો અંજામ દેશ ભોગવી રહ્યો છે.

મમતા બેનરજીએ કહ્યુ, ‘હું બધુ અત્યારે નથી કહી શકતી, કારણ કે તેમણે રાજનીતિને ગંભીરતાથી નથી લીધુ. કોંગ્રેસને કારણે મોદીજી અને પાવરફુલ થવા જઇ રહ્યા છે. જો કોઇ નિર્ણય નથી લેતા તો તેમના માટે દેશ કેમ નુકસાન ઉઠાવે.

મમતાએ કહ્યુ, કોંગ્રેસને પહેલા તક મળી હતી પરંતુ તે મારા રાજ્યમાં ભાજપની જગ્યાએ મારા વિરૂદ્ધ લડી રહ્યા હતા. ટીએમસીએ ગોવાની તમામ 40 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મમતાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ

આ પહેલા મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. મમતા બેનરજીએ કહ્યુ, ભાજપે સારા દિવસનો દાવો કર્યો હતો પરંતુ હવે આ લોકો દેશને ખતમ કરવામાં જોડાયેલા છે. મમતા બેનરજીએ કહ્યુ, દેશમાં મોંઘવારી વધી રહી છે. ડીઝલ, પેટ્રોલ, એલપીજીની કિંંમત વધી રહી છે. જીએસટીથી વ્યાપાર પ્રભાવિત થઇ રહ્યો છે પરંતુ ભાજપ આ મુદ્દાને હલ કરવામાં ગંભીર નથી. આ પહેલા ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઇએ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી.

ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી એકતા મહત્વની

મમતા બેનરજી સાથે મુલાકાત પહેલા વિજય સરદેસાઇએ ટ્વીટ કરી જણાવ્યુ કે ગત 2 વર્ષથી ભાજપ વિરૂદ્ધ મજબૂત ટીમ ગોવા બનાવવા માટે કામ કરી રહ્યો છું. આ ભ્રષ્ટ અને સાંપ્રદાયિક શાસનને સમાપ્ત કરવા માટે વિપક્ષી એકતા મહત્વની છે. ચાલો 2022 વિશે ગંભીર બની જઇએ.

આ પણ વાંચો: એક વર્ષમાં 5 કેસ અને બધામાં એક જ સાક્ષી; ડ્રગ્સ કેસમાં સવાલોના ઘેરામાં NCB

મમતા બેનરજીનો ગોવામાં પ્રચાર

ગોવામાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. મમતા બેનરજી ભાજપને સત્તામાંથી હટાવવાના પ્રયાસમાં જોડાઇ ગઇ છે. આ પહેલા ગોવામાં મમતા બેનરજીની હાજરીમાં નફીસા અલી અને લિએન્ડર પેસે ટીએમસીની સભ્યતા લીધી હતી. આ દરમિયાન મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

મમતા બેનરજીએ કહ્યુ, ગોવાને ગોવા પર શાસન કરવા દો. દિલ્હીની દાદાગીરી ગોવામાંનહી ચાલે. ગોવા પોતાના પગ પર ઉભુ હશે. અમે તેમની મદદ કરીશુ અને તે લડશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat