Gujarat Exclusive > રાજનીતિ > ભવાનીપુર વિધાનસભા બેઠક પર મમતા બેનરજીનો 58,832 મતથી વિજય

ભવાનીપુર વિધાનસભા બેઠક પર મમતા બેનરજીનો 58,832 મતથી વિજય

0
120

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભવાનીપુર બેઠક પર શાનદાર જીત મેળવી છે. મમતા બેનરજીએ ભાજપના પ્રિયંકા ટિબરેવાલને 58832 મતથી હરાવ્યા છે. મમતા બેનરજી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય હતો. આ પેટા ચૂંટણીમાં મમતા બેનરજીને કુલ 84709 મત મળ્યા હતા, ભાજપના પ્રિયંકા ટિબરેવાલ 26320 મત મળ્યા હતા. જ્યારે સીપીએમના કેન્ડિડેટ શ્રીજીબને માત્ર 4201 મત મળ્યા છે.

મતગણનાના પરિણામ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મમતા બેનરજીને શુભેચ્છા પાઠવી છે, તેમણે કહ્યુ છે કે આ મમતા દીદીની જે જીત છે તે સત્યમેવ જયતેની રીત છે. આ ત્રણેય બેઠક પર 30 સપ્ટેમ્બરે મતદાન થયુ હતુ. ભવાનીપુર પેટાચૂંટણીના પરિણામમાં મમતા બેનરજીને બંપર જીત મળી છે. ટીએમસીના કાર્યકર્તા ઉજવણીમાં ડુબ્યા છે.

ભવાનીપુર વિધાનસભા બેઠક પર મમતા બેનરજીની જીતની હેટ્રિક છે. મહત્વપૂર્ણ છે કે અહીથી મમતા બેનરજીએ 2011 અને 2016ની વિધાનસભા ચૂંટણી જીતી હતી. 2011માં આ બેઠક પર 54,213 મતથી જીત મળી હતી. જાણકારી અનુસાર 2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજી ભવાનીપુર બેઠક પર 25,301 મતથી જીત્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat