Gujarat Exclusive > દેશ-વિદેશ > મમતા બેનરજી વિધાયક દળના નેતા ચૂંટાયા, 5 મેએ મુખ્યમંત્રી પદના લેશે શપથ

મમતા બેનરજી વિધાયક દળના નેતા ચૂંટાયા, 5 મેએ મુખ્યમંત્રી પદના લેશે શપથ

0
30

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો છે. TMC મીટિંગમાં તમામની સર્વસમ્મતિથી મમતા બેનરજીને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. જે બાદ મમતા બેનરજી 5 મેએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સિવાય અન્ય લોકોનું શપથ ગ્રહણ 6 મેએ થશે.

ભાજપના પાર્ટી કાર્યાલય પર હુમલાને લઇને મમતાએ કહ્યુ કે, મને હિંસા પસંદ નથી. તે લોકો જૂની તસવીરો બતાવી રહ્યા છે પરંતુ મને આ સમજમાં નથી આવતુ કે ભાજપ આવુ કેમ કરી રહી છે, તેમણે આરોપ લગાવ્યો કે અમે જાણીયે છીએ કે ભાજપ અને કેન્દ્રીય દળોએ અમને પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નથી પરંતુ હું તમામ બંગાળના રહેવાસીઓને શાંતિની અપીલ કરૂ છું.

મમતાએ કહ્યુ કે ભાજપ કોઇ શહેનશાહ નથી. અમે 24 કલાક કામ કરીએ છીએ અને પોતાની જનતા સાથે જોડાયેલા રહીએ છીએ, તેમણે કહ્યુકે અમે વિનાશના રસ્તાને રોક્યો છે. બંગાળની જનતાએ રોક્યો છે, મમતાએ પોતાની જીતની ક્રેડિટ યુવાઓ અને મહિલાઓને આપી હતી. નંદીગ્રામમાં કાઉન્ટિંગને લઇને મમતાએ કહ્યુ કે પાર્ટી તેના વિશે વિચાર કરી રહી છે, તેમણે કહ્યુ કે મને કેટલાક મેસેજ આવી રહ્યા છે. કેટલાક મેસેજ એવા છે જેના અનુસાર જો હું રીકાઉન્ટિંગની વાત કરૂ છું તો મારા જીવને ખતરો છે.

બીજી તરફ વેક્સીનને લઇને મમતાએ કહ્યુ કે અમે કેન્દ્ર પાસે 3 કરોડ વેક્સીનની માંગ કરી હતી પરંતુ તેમણે પરવાનગી આપી નથી. મમતાએ કહ્યુ કે કેન્દ્ર બેથી ત્રણ રાજ્યોને વધુમાં વધુ વેક્સીન આપી રહી છે. આ સિવાય લેફ્ટને લઇને આવનારા પરિણામો પર મમતાએ કહ્યુ કે તેમણે ભાજપની ફેવર કરી અને તેમના સુપડા સાફ થઇ ગયા.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (TMC) બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં 294માંથી 213 બેઠક જીતી હતી. ભાજપને 77 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનના સુપડા સાફ થઇ ગયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat