Gujarat Exclusive > રાજનીતિ > મમતા બેનરજીને રાજ્યપાલ જગદીપ ધનખડે લેવડાવ્યા શપથ

મમતા બેનરજીને રાજ્યપાલ જગદીપ ધનખડે લેવડાવ્યા શપથ

0
55

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બે અન્ય ધારાસભ્યો સાથે વિધાનસભા સભ્ય તરીકે શપથ લીધા હતા. મમતા બેનરજીએ 30 સપ્ટેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પરથી જીત મેળવી હતી. જોકે, આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજી નંદીગ્રામમાં હારી ગયા હતા જેને કારણે ભવાનીપુર બેઠક પરથી પેટા ચૂંટણી લડી હતી.

મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. મમતા બેનરજી સિવાય ટીએમસીના અમીરૂલ ઇસ્લામ અને જાકિર હુસેને પણ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

ગવર્નર જગદીપ ધનખડે નિયમમાં બદલાવ કરતા વિધાનસભા સ્પીકરને શપથ અપાવવાની શક્તિ પરત લઇ લીધી હતી, જે બાદ તેમણે ખુદ શપથગ્રહણ કરાવ્યા હતા.

મમતા બેનરજીએ ભવાનીપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને હરાવ્યા હતા. આ પહેલા વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનરજીને ભાજપના ઉમેદવાર અને તેમના પૂર્વ સહયોગી સુભેંદુ અધિકારીએ હરાવ્યા હતા. તે બાદ સીએમ બની રહેવા માટે મમતા બેનરજીનું ધારાસભ્ય ચૂંટાવુ જરૂરી હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat