Gujarat Exclusive > રાજનીતિ > મમતા બેનરજીના શપથગ્રહણ, ત્રીજી વખત બન્યા બંગાળના મુખ્યમંત્રી

મમતા બેનરજીના શપથગ્રહણ, ત્રીજી વખત બન્યા બંગાળના મુખ્યમંત્રી

0
49

કોલકાતા: વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના ત્રીજી વખત શપથ લીધા હતા. એક વખત ફરી બંગાળમાં મમતા બેનરજી નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની ગઇ છે.

કોરોના સંકટ કાળ અને તેની ગાઇડલાઇનને કારણે શપથગ્રહણ સમારંભ નાનો રાખવામાં આવ્યો છે. મમતા બેનરજીએ એકલા જ શપથ લીધા હતા, તેમની સાથે કોઇ પણ મંત્રીએ શપથ લીધા નહતા.

આ દરમિયાન સ્ટેજ પર મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા હતા. બન્નેએ એક બીજા સામે હાથ જોડીને અભિવાદન સ્વીકાર કર્યો હતો. જોકે, થોડી વાર બાદ જ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નિવેદનોમાં કડવાશ જોવા મળી હતી.

શપથ લીધા બાદ મમતા બેનરજીએ કહ્યુ કે તેમની પ્રાથમિકતા કોરોના વિરૂદ્ધ લડાઇ રહેશે. સાથે જ તેમણે કહ્યુ કે હિંસાની ઘટના સહન નહી કરાય અને આમ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

મમતા બાદ રાજ્યપાલે પણ ચૂંટણી બાદ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતા બેનરજીને પોતાની નાની બહેન ગણાવતા રાજ્યપાલે તેમણે કાયદા વ્યવસ્થા મુદ્દે સલાહ આપી હતી. રાજ્યપાલે કહ્યુ કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું રાજ હોવુ જોઇએ. આશા છે કે મમતા બંધારણના હિસાબથી ચાલશેય

રાજ્યપાલની આ ટિપ્પણીનો મમતાએ પણ જવાબ આપ્યો હતો. મમતાએ ચૂંટણી પંચને નિશાન પર લીધા હતા અને કહ્યુ કે હજુ સુધી ચૂંટણી પંચને આધિન હતું, ચૂંટણી પંચે ઘણા અધિકારીઓને બદલી દીધા હતા, મે અત્યારે શપથ લીધા છે, નવેસરથી વ્યવસ્થા કરીશ.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાથી PM મોદી ચિંતિત, રાજ્યપાલને કર્યો ફોન

મમતાને મળી હતી બંપર જીત

મહત્વપૂર્ણ છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તાકાત લગાવી હતી, એવુ લાગી રહ્યુ હતું કે બંગાળનો મુકાબલો ફસાઇ શકે છે પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો ભાજપ તૃણમૂલ કોંગ્રેસની આંધી આગળ ટકી શકી નહતી. 292 બેઠક (2 બેઠક પર ચૂંટણી યોજાઇ નહતી)માંથી ટીએમસીના ખાતામાં 213 બેઠક આવી હતી જ્યારે ભાજપને 77 બેઠક મળી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat