પશ્ચિમ બંગાળના હુગલીમાં એક રેલીને સંબોધિત કરતાં રાજ્યની સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. હુગલીના ફુરૂશુરામાં રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સૌથી ખરાબ વડાપ્રધાન અને ગૃહમંત્રી છે.
મમતા બેનર્જીએ કહ્યું, “ભારતવર્ષમાં મેં આવી સરકાર ક્યારેય જોઈ નથી. હું પણ 7 વખત સાંસદ રહી ચૂકી છું. મેં ઘણા બધા વડાપ્રધાન જોયા છે, ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આટલા ખરાબ વડાપ્રધાન અને આટલા ખરાબ ગૃહ મંત્રી અને આટલી ખરાબ સરકાર ક્યારેય જોઈ નથી. જે સરકારમાં રહીને લોકોના મર્ડર કરે છે અને રોજ ઝૂઠ બોલે છે કે બંગાળમાં કોઈ પરિવર્તન થયો નથી તેથી બંગાળમાં પરિવર્તનની જરૂરત નથી. અરે.. પરિવર્તનનો નારો તો મેં જ આપેલો છે.” મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યાર સુધી હું પોતે જઈશ નહીં ત્યાર સુધી મને કોઈ હટાવી શકશે નહીં.
સીપીઆઈએમ અને ટીએમસીમાંથી બીજેપીમાં આવેલા નેતાઓ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું કે, અમારા કેટલાક મીર જાફર પણ બીજેપીમાં જતા રહ્યાં છે, જેમના પાસે જૂઠ બોલવા સિવાય કોઈ જ કામ નથી. તેમને આગળ કહ્યું કે, શનિવારે ગૃહમંત્રીએ કહ્યું કે ટીએમસી દેશદ્રોહી છે, દેશથી પ્રેમ કરતી નથી. તમે દિલ્હીમાં કેટલા લોકોને માર્યા છે? તમે અસમ અને ઉત્તર પ્રદેશમાં કેટલા લોકોને માર્યા છે. તમે લોકો દેશપ્રેમી છો અને અમે દેશદ્રોહી છો?
આનાથી પહેલા બંગાળના હુગલીમાં રવિવારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથની પણ રેલી હતી. રેલીમા સંબોધિત દરમિયાન યોગીએ ટીએમસી પર નિશાન સાંધતા કહ્યું કે, જેવી ગુડાગર્દી બંગાળમાં છે, તેવી કાશ્મીરમાં પણ હતી પરંતુ હવે કાશ્મીરમાં શાંતિ છે. કાશ્મીર હવે વિકાસના રસ્તા પર ચાલી નિકળ્યું છે.