કોલકાતા: નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતી પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 9 કિલોમીટર લાંબા રોડ શો પર નીકળ્યા છે. મમતા બેનરજીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે.
મમતા બેનરજીએ કોલકાતાના શ્યામ બજારથી રેડ રોડ સુધી 9 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુભાષ ચંદ્ર બોલની 125મી જયંતી પર કોલકાતમાં અનેક કાર્યક્રમનું આયોજન થઇ રહ્યુ છે.
#WATCH | West Bengal CM Mamata Banerjee leads a march from Shyam Bazaar to Red Road in Kolkata, on the occasion of 125th birth anniversary of #NetajiSubhashChandraBose pic.twitter.com/s9VpoUqPSa
— ANI (@ANI) January 23, 2021
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને માત્ર 4-5 મહિના જ રહ્યા છે. પરંતુ ભાજપની સક્રીયતાને કારણે આ વખતે અહિયાં ચૂંટણી સમીકરણ એકદમ બદલાઇ ગયું છે. ભાજપના ચાણક્ય તૃણમુલ કોંગ્રેસના એક પછી એક કાંગરા ખેરવી રહ્યા છે. તેથી સીએમ મમતા બેનરજી વિચલિત થઇ ગયાં છે.