Gujarat Exclusive > રાજનીતિ > મમતાનો અમિત શાહને જવાબ- ‘આ દિલ્હી નથી, કોલકાતામાં ગોળી મારો જેવા નારા નહી ચાલે’

મમતાનો અમિત શાહને જવાબ- ‘આ દિલ્હી નથી, કોલકાતામાં ગોળી મારો જેવા નારા નહી ચાલે’

0
459

ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં ભડકાઉ ભાષણ આપવા પર ધરપકડ કરાયેલા ભાજપના ત્રણ કાર્યકર્તાઓ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે આ દિલ્હી નથી, કોલકાતામાં “ગોળી મારો…” જેવા નારાને સહન નહી કરી શકાય. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે ભાજપ પશ્ચિમ બંગાળ સહિત આખા દેશમાં ‘રમખાણોનું ગુજરાત મૉડલ’ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીની હિંસા નરસંહાર હતી, માસુમ લોકોની હત્યાથી અત્યંત દુખી છું.

મમતા બેનરજીનું આ નિવેદન ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કરેલી વાતોના જવાબ તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે ગૃહમંત્રી અમિત શાહ રવિવારે કોલકાતામાં હતા, તેમણે નાગરિકતા સંશોધન કાયદા (CAA) સાથે જોડાયેલા લોકોને ભ્રમ દૂર કરવાને લઇને બે રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યુ હતુ, તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર ગત વર્ષે સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન રમખાણ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ટ્રેન અને રેલ્વે સ્ટેશનમાં આગ પણ લગાવી દીધી હતી. શાહે પડકાર આપ્યો હતો કે તે સીએએ લાગુ ના કરીને બતાવે. અમિત શાહે કહ્યુ કે ચિંતા ના કરો ભાજપ બંગાળમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવા જઇ રહી છે. બીજી તરફ રેલી દરમિયાન બનાવવામાં આવેલા એક વીડિયોમાં કેટલાક લોકો ભગવા રંગના કપડા પહેરી અને BJPના ઝંડા લહેરાવતા નારા લગાવતા જોઇ શકાય છે. આ દરમિયાન લોકોને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે, ‘દેશ કે ગદ્દારો કો, ગોળી મારો ** કો’. હવે પોલીસે તેમની પર કાર્યવાહી કરતા ત્રણ ભાજપના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અને 2021ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા જનસંપર્ક અભિયાન ‘બાંગ્લાર ગોર્બો મમતા’ (બંગાળનું ગૌરવ મમતા) સોમવારે શરૂઆત કરી હતી. પાર્ટીના સુત્રોએ જણાવ્યુ કે અભિયાન હેઠળ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના આશરે એક લાખ કાર્યકર્તા શહેરના વિવિધ ભાગમાં જશે અને લોકોને સમજાવશે કે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના વિકાસ અને પ્રગતિ માટે તથા રાજ્ય સાંપ્રદાયિક એકતા બનાવી રાખવુ કેટલુ જરૂરી છે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો 75 દિવસ સુધી ચાલશે. મમતા બેનરજીએ ગત વર્ષે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પર અન્ય સંપર્ક કાર્યક્રમ હેઠળ એક હેલ્પલાઇન નંબર અને એક વેબસાઇટ શરૂ કરી હતી. સુત્રોએ જણાવ્યુ કે સંપર્ક અભિયાન ‘દીદી કે બોલો’ ને પ્રથમ મહિનામાં સારૂ સમર્થન મળ્યુ હતું જેમાં 10 લાખથી વધુ લોકોએ પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી.

એકલા પડેલા નીતિન પટેલને અપક્ષ-વિપક્ષનું આમંત્રણ, CM બનાવવાની ઓફર