Gujarat Exclusive > દેશ-વિદેશ > મમતાએ આઠ તબક્કામાં વોટિંગ પર ઉઠાવ્યો સવાલ, પૂછ્યુ- કોને ફાયદો પહોચાડવાનો પ્રયાસ?

મમતાએ આઠ તબક્કામાં વોટિંગ પર ઉઠાવ્યો સવાલ, પૂછ્યુ- કોને ફાયદો પહોચાડવાનો પ્રયાસ?

0
47

કોલકાતા: મુખ્યમંત્રી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન કરાવવાને લઇને સવાલ ઉભા કર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ કે, આઠ તબક્કામાં ચૂંટણી કરાવવાથી કોને લાભ થશે? તેમણે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે તે આ નિર્ણયથી કોને ફાયદો પહોચાડવા માંગે છે?

મમતા બેનરજીએ કહ્યુ કે, આસામમાં એક ફેઝમાં ચૂંટણી કરાવવામાં આવી રહી છે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી કેમ કરાવવામાં આવી રહી છે? કોની મદદ કરવા માટે? ભાજપે જે પણ માંગ કરી હતી તેને પુરી કરવામાં આવી છે. અડધા જિલ્લામાં પ્રત્યેદ દિવસ ચૂંટણી કેમ કરાવવામાં આવી રહી છે, એક જિલ્લામાં એક જ દિવસે ચૂંટણી કેમ યોજવામાં નથી આવી રહી? શું આ બધુ એટલા માટે કરવામાં આવ્યુ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ આવ્યા પહેલા આસામ અને તમિલનાડુમાં પોતાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી લે.

મમતા બેનરજીએ આગળ કહ્યુ કે, કઇ પણ થઇ જાય, અમે લોકો ભાજપને સફળ થવા નહી દઇએ. અમે લોકોો તેમણે ખતમ કરી દઇશું. તે લોકોને હિન્દુ અને મુસ્લિમના નામ પર વહેચી રહ્યા છે, આ ગેમ ચાલુ છે. અમે લોકો લડીશુ અને જીતીશું. ભાજપ આખા દેશને વહેચી રહી છે. તે બંગાળમાં પણ કઇક આવુ જ કરવા માંગે છે પરંતુ આ રાજ્યને હું સારી રીતે જાણુ છું. તે હવે મુસ્લિમોને પણ વહેચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. અહી આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. 27 માર્ચે પ્રથમ તબક્કા માટે મતદાન થશે. એક એપ્રિલે બીજા તબક્કા માટે, 6 એપ્રિલે ત્રીજા તબક્કા માટે, 10 એપ્રિલે ચોથા તબક્કા, 17 એપ્રિલે પાંચમા તબક્કાનું મતદાન, 22 એપ્રિલે છઠ્ઠા તબક્કા, 26 એપ્રિલે સાતમા તબક્કા અને 29 એપ્રિલે અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાશે.

આ પણ વાંચો: બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન, 2 મેએ પરિણામ જાહેર થશે

ચૂંટણી પંચે જણાવ્યુ કે પશ્ચિમ બંગાળમાં એક લાખથી વધુ મતદાન કેન્દ્રો પર મત નાખવામાં આવશે. કોરોનાને જોતા તમામ રાજ્યમાં મતદાન કેન્દ્ર વધારવામાં આવ્યા છે. આ સિવાય મતદાનનો સમય પણ એક કલાક વધારવામાં આવ્યો છે. કોરોનાને જોતા તમામ ચૂંટણી અધિકારીઓને રસી આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યુ કે, પશ્ચિમ બંગાળમાં 2016માં 77,413 ચૂંટણી કેન્દ્ર હતા. હવે 1,01,916 ચૂંટણી કેન્દ્ર હશે. તમામ બેઠકો માટે મતની ગણતરી 2 મેએ થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat