Gujarat Exclusive > રાજનીતિ > મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં પેટા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી

મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં પેટા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી

0
69

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાં પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજી ઉમેદવારી પત્ર ભરવા માટે અલીપુર સર્વે બિલ્ડિંગ પહોચ્યા હતા. મમતા બેનરજીએ 2011 અને 2016માં ભવાનીપુર બેઠક પરથી જીત મેળવી હતી પરંતુ 2021માં તે નંદીગ્રામ બેઠક પરથી સુભેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા.

શોભનદેવ ચટોપાધ્યાયે મમતા બેનરજી માટે ભવાનીપુર બેઠક ખાલી કરી દીધી હતી, કારણ કે મમતા બેનરજી નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર સુભેંદુ અધિકારી સામે હારી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ પેટા ચૂંટણી માટે પોતાનું અભિયાન શરૂ કર્યુ અને વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ભાજપ પર પોતાના પાર્ટીના નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

TMC પાસે 213 બેઠક

ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો- ભવાનીપુર, જંગીપુર અને સમસેરગંજમાં પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. ટીએમસીએ 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 213 બેઠક પર જીત મેળવી હતી. ભાજપ ચૂંટણી હારી ગઇ હતી પરંતુ 77 બેઠક સાથે બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. જોકે, ચૂંટણી બાદથી સતત ભાજપમાં ભાગદોડ ચાલુ છે.

આ પણ વાંચો: જાડેજાની પત્ની રીવાબા અને બહેન વચ્ચે માસ્ક ના પહેરવાને લઇને ટકરાવ

પ્રિયંકા ટિબરેવાલ કરશે મમતા બેનરજીનો સામનો

ભવાનીપુરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 41 વર્ષીય પ્રિયંકા ટિબરેવાલ છે, જે વકીલ છે. પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કોલકાતા હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે.

પ્રિયંકા ટિબરેવાલે વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી. પ્રિયંકા ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોના લીગલ એડવાઇઝર હતા અને તેમણે જ પ્રિયંકાને પાર્ટી જોઇન કરાવી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન અને તે બાદ થયેલી હિંસાને લઇને ભાજપે બંગાળમાં વિવાદ કર્યો હતો. કોલકાતા હાઇકોર્ટમાં જ્યારે ભાજપ તરફથી બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે પ્રિયંકા ટિબરેવાલે જ તેમાં અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટે બંગાળ પોલીસને હિંસા સાથે જોડાયેલા તમામ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat