Gujarat Exclusive > રાજનીતિ > દેશમાં 4 પાટનગર હોવા જોઇએ, કોલકાતાને પણ બનાવો રાજધાની- મમતા બેનરજી

દેશમાં 4 પાટનગર હોવા જોઇએ, કોલકાતાને પણ બનાવો રાજધાની- મમતા બેનરજી

0
166

કોલકાતા: આઠ કિમી લાંબી પદયાત્રા બાદ મમતા બેનરજીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ પદયાત્રામાં સામેલ થવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો. નેતાજીના જન્મદિવસ પર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મમતાએ કહ્યુ, ભાજપ લોકોને વહેચવા માંગે છે, મારી લડાઇ દેશ માટે છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ, “મારૂ માનવુ છે કે ભારતમાં 4 રોટેટિંગ પાટનગર હોવા જોઇએ. અંગ્રેજોએ આખા દેશ પર કોલકાતાથી શાસન કર્યુ હતું. આપણા દેશમાં માત્ર એક જ પાટનગર કેમ હોવો જોઇએ.

મમતા બેનરજીએ કહ્યુ કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસની આઝાદ હિંદ ફૌજમાં હિંદૂ, મુસ્લિમ, શિખ, ઇસાઇ દરેક સમુદાયના લોકો હતા, તેમના વિચાર ભારતને સંગઠિત રાખનારા હતા, વહેચનારા નહતા. અંગ્રેજોએ વહેચો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભાજપ લોકોને વહેચવા માંગે છે. મારી લડાઇ દેશ માટે છે. મમતાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી 23 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવી જોઇએ.

મમતા બેનરજીએ કહ્યુ કે, નેતાજીના જન્મદિવસની તારીખ તો ખબર છે પરંતુ અમને આ અત્યાર સુધી આ નથી ખબર કે અંતે તેમની સાથે શું થયું અને ક્યાં છે. અમને પુરો વિશ્વાસ છે કે તેમની લડાઇને કારણે તેમણે હટાવવામાં આવ્યા. આજે અમે જોઇ રહ્યા છીએ કે યોજના આયોગને હટાવી નીતિ આયોગ બનાવવામાં આવ્યુ છે જ્યારે યોજના આયોગ નેતાજી સુભાષ ચંદ્ર બોસનો આઇડિયા હતો. અમે માંગ કરીએ છીએ કે ફરીથી યોજના આયોગ બનાવવામાં આવે.

આ પણ વાંચો: નેતાજીની જયંતી પર બંગાળમાં મમતાનું શક્તિ પ્રદર્શન, 8 KM લાંબા રોડ શોમાં હજારોની જન મેદની

મમતા બેનરજીએ કોલકાતા પોર્ટનું નામ શ્યામા પ્રસાદ મુખરજીના નામ પર રાખવાને લઇને પણ ભાજપ પર નિશાન સાધ્યુ હતું. મમતા બેનરજીએ આઝાદ હિંદ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી અને કહ્યુ કે આઝાદ હિંદ સ્મારક કેમ ના બનાવવુ જોઇએ. કેન્દ્ર સરકાર તો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેસ્ટમાં વ્યસ્ત છે. મમતા બેનરજીએ કહ્યુ, જ્યારે નેતાજીએ ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના કરી તો તેમાં તેમણે ગુજરાત, બંગાળ, તમિલનાડુના લોકો સહિત તમામને લીધા હતા. તે અંગ્રેજોની ફૂટ ડાલો અને રાજ કરો નીતિ વિરૂદ્ધ ઉભા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9