Gujarat Exclusive > દેશ-વિદેશ > મમતાએ નંદીગ્રામમાં ગડબડનો લગાવ્યો આરોપ, કહ્યુ- ખતરામાં હતો અધિકારીનો જીવ

મમતાએ નંદીગ્રામમાં ગડબડનો લગાવ્યો આરોપ, કહ્યુ- ખતરામાં હતો અધિકારીનો જીવ

0
49

કોલકાતા: બંગાળનો સંગ્રામ જીત્યા બાદ પણ નંદીગ્રામ સીટ પર હારનો સામનો કરનારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનરજીએ ચૂંટણી પરિણામના બીજા દિવસે નંદીગ્રામમાં ગડબડનો આરોપ લગાવ્યો છે. મમતાનું કહેવુ છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. મમતા બેનરજીએ કહ્યુ, ‘મને કોઇએ મેસેજ મોકલ્યો હતો કે નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરે કોઇને લખ્યુ હતું કે જો તેમની તરફથી રિકાઉન્ટિંગનો આદેશ આપવામાં આવ્યો તો જીવનો ખતરો બની શકે છે. 4 કલાક માટે સર્વર ડાઉન થઇ ગયુ હતું. અહી સુધી કે ગવર્નરે પણ મને શુભેચ્છા પાઠવી હતી.. તે બાદ અચાનક જ બધી વસ્તુ બદલાઇ ગઇ.

આટલુ જ નહી મમતા બેનરજીએ ટીએમસીના કાર્યકર્તાઓને હિંસા ના કરવાની અપીલ કરતા કહ્યુ કે કેન્દ્રીય દળો અને ભાજપે તેમનું શોષણ કર્યુ છે. મમતા બેનરજીએ કહ્યુ, હું તમામને અપીલ કરવા માંગુ છું કે શાંતિ બનાવી રાખો અને હિંસામાં સામેલ ના થાવ. અમે જાણીયે છીએ કે ભાજપ અને કેન્દ્રીય દળોએ અમારૂ શોષણ કર્યુ છે પરંતુ આપણે શાંતિ રાખવાની છે. અત્યારે આપણે કોરોના વાયરસ સામે લડવાનું છે. આ સાથે જ મમતા બેનરજીએ ચૂંટણી જીત્યાના આગળના દિવસે જ રાજ્યના તમામ પત્રકારોને ફ્રન્ટલાઇન વર્કસ જાહેર કરવાની જાહેરાત કરી છે જેથી તેમણે પ્રાથમિકતાના આધાર પર કોરોના વેક્સીન લગાવી શકાય.

PM મોદીના જીત બાદ ફોન ના કરવા પર કર્યા પ્રહાર

મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા કહ્યુ કે તેમણે જીત બાદ મને કોલ કર્યો નહતો. મમતા બેનરજીએ કહ્યુ કે આ પ્રથમ વખત છે જ્યારે કોઇ રાજ્યમાં પરિણામ બાદ વડાપ્રધાન તરફથી ફોન કરવામાં નથી આવ્યો. આ સાથે જ મમતા બેનરજીએ એક વખત ફરી નંદીગ્રામ બેઠક પર પરિણામ વિરૂદ્ધ કોર્ટ જવાની જાહેરાત કરી છે. મમતા બેનરજીએ કહ્યુ, એક વખત ઔપચારિક રીતે જાહેરાત બાદ નંદીગ્રામ બેઠક પર નિર્ણય કેવી રીતે બદલાઇ ગયો? અમે કોર્ટ જઇશું.

ટીએમસી તરફથી હિંસા પર મમતાએ કહ્યુ, જૂની તસવીરો શેર કરે છે ભાજપ

ચૂંટણી પરિણામ બાદ ટીએમસી કાર્યકર્તાઓ પર લાગી રહેલા હિંસાના આરોપોને પણ મમતા બેનરજીએ ફગાવી દીધા છે. મમતા બેનરજીએ કહ્યુ, બાજપ તરફથી રમખાણોની જૂની તસવીરો શેર કરવામાં આવી રહી છે. આ તેમની ટેવ ચે, હું કોઇની જેમ હિંસા પસંદ નથી કરતી. અંતે ભાજપ આવુ કેમ કરી રહી છે? મોટા બહુમત સાથે જીત બાદ પણ અમે રાજ્યમાં ઉજવણી નથી કરી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat