Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અમરેલીના માલવિયા પીપરીયામાં વૃક્ષોની રથયાત્રા નીકળશે

અમરેલીના માલવિયા પીપરીયામાં વૃક્ષોની રથયાત્રા નીકળશે

0
326

ગ્લોબલ વોર્મિગ અને વૃક્ષોના દીન પ્રતિદીન નીકળી રહેલા નિકંદનની વચ્ચે વૃક્ષા રોપણ સમયની માંગ છે. ફક્ત વૃક્ષો વાવવાથી જ નહી પરંતુ તેના ઉછેરનું અને માવજતની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને આગોતરૂ આયોજન કરવુ પણ અનિવાર્ય છે. આ પ્રયાસના ભાગરૂપે અમરેલી જિલ્લાના માલવિયા પીપરીયા ગામે કાલે 200 પીપળા રોપવામાં આવશે. સમગ્ર ગામ તેમજ એસઆરડી ક્લબ સુરત અને આદર્શ યુવા ગ્રુપના સહયોગથી ગામમાં આ વૃક્ષારોપણ થશે. મિશન ગો ગ્રીન ગુજરાત અંતર્ગત ગામને હરિયાળુ બનાવવાનો પ્રયાસ છે.પ્રકૃતિ પૂજાના ભાગરૂપે ગામમાં પીપળ-વન નિર્માણ પામશે. શાસ્ત્રોક્તવિધી નાની દીકરીઓના હસ્તે વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ગામના તમામ નાગરિકોએ વૃક્ષોના જતનની જવાબદારી લીધી છે, સૌ કોઈ આ અભિયાનમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે ધાનેરા ખાતે પણ એક પીપળ વનનું નિર્માણ કરવામાં આવશે. ધાનેરામાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા 111 પીપળાનું વન નિર્માણ કરાશે અને ગામમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરાશે.

આ કાર્યક્રમનું સંચાલન પીપરિયા ગામ ના અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયા, હરેશભાઇ રાખોલિયા, જયસુખભાઈ રાખોલિયા, ભુપતભાઈ ડોબરીયા, રમેશભાઈ જોધાણી, તેમજ આદર્શ યુવા ગ્રુપ (પીપરિયા ) અને SRD CLUB OF SURAT ના મેમ્બરોએ કરશે.

વૃક્ષોની રથયાત્રા યોજાશે

આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સામાન્ય કાર્યક્રમો કરતા થોડો જુદો કાર્યક્રમ છે. માલવિયા પીપરીયા ગામમાં વૃક્ષારોપણ પહેલાં વૃક્ષોની રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં એક વાહનમાં વૃક્ષોને મૂકીને સમગ્ર ગામમાં તેની પરિક્રમા કરાશે અને ત્યારબાદ વૃક્ષારોપણ થશે.