Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સરકારે પુરુષ કર્મચારીઓને આપી રાહત, બાળકની દેખભાળ માટે લઈ શકશે ‘ચાઈલ્ડ કેર લીવ’

સરકારે પુરુષ કર્મચારીઓને આપી રાહત, બાળકની દેખભાળ માટે લઈ શકશે ‘ચાઈલ્ડ કેર લીવ’

0
108

નવી દિલ્હી: સિંગલ પેરેન્ટ્સને (Single Parents) સરકારે મોટી રાહત આપતા પુરુષ કર્મચારીઓને (Male Government Employee) પણ બાળકોની દેખભાળ માટે “ચાઈલ્ડ કેર લીવ” (Child Care Leave) આપવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે એક નિવેદનમાં આ જાણકારી આપતા જણાવ્યું કે, એવા પુરુષ કર્મચારીઓ (Male Government Employee) કે જે એકલાહાથે બાળકોની દેખભાળ કરે છે, તેઓ પણ “ચાઈલ્ડ કેર લીવ” (Child Care Leave) લઈ શકે છે. એકલા હાથે બાળકોનું ભરણ-પોષણ કરી રહેલી મહિલાઓને તો પહેલાથી જ તેનો લાભ મળી રહ્યો છે. હવે પુરુષ કર્મચારીઓને પણ સરકાર આ સુવિધા (Child Care Leave) આપવા જઈ રહી છે.

જણાવી દઈએ કે, સિંગલ પેરેન્ટ્સમાં (Single Parents) એવા લોકો છે. જેમણે લગ્ન નથી કર્યા, વિધવા હોય કે છૂટાછેડા લીધેલા છે. આવા લોકો સિંગલ પેરેન્ટની શ્રેણીમાં આવે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ એક પ્રોગ્રેસિવ રિફૉર્મ છે. જેનાથી સરકારી કર્મચારીઓનું જીવન સરળ બનશે. સરકારે આ નિર્ણય થોડા દિવસો પહેલા જ લીધો હતો, પરંતુ કોઈ અગમ્ય કારણોસર જાહેરમાં તેના પર ચર્ચા થઈ શકી નહતી.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, CM રૂપાણી કરજણમાં ગજવશે સભા

જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું કે, જો કોઈ કર્મચારી “ચાઈલ્ડ કેર લીવ” (Child Care Leave) પર છે, તો આ દરમિયાન પણ તે લીવ ટ્રાવેલ કન્શેસન (LTC)નો લાભ ઉઠાવી શકશે.

“ચાઈલ્ડ કેર લીવ” પ્રથમ વર્ષે 100 ટકા પગારદાર કર્મચારીઓને મળશે. જ્યારે બીજા વર્ષે તેને 80 ટકા સુધીનો પગાર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, “ચાઈલ્ડ કેર લીવ” બે વર્ષ માટે જ મળે છે. સરકારે એ પણ જોગવાઈ કરી છે કે, જો કોઈ કર્મચારીનું બાળક શારીરિક વિકલાંગ છે, તો તે પણ “ચાઈલ્ડ કેર લીવ” લઈ શકે છે. જો કે આ સુવિધા બાળકના 22 વર્ષ થવા સુધી જ મેળવી શકાય છે.