Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈના મૉલમાં ભીષણ આગ, નજીકની બિલ્ડીંગમાંથી 3500 લોકોને રેસ્ક્યૂ કરાયા

મુંબઈના મૉલમાં ભીષણ આગ, નજીકની બિલ્ડીંગમાંથી 3500 લોકોને રેસ્ક્યૂ કરાયા

0
95

મુંબઈ: સેન્ટ્રલ મુંબઈના સિટી સેન્ટર મૉલમાં ગુરુવારે અચાનક ભીષણ આગ (Mumbai Mall Fire) લાગી હતી. આ ઘટનામાં એક ફાયર વિભાગનો કર્મચારી ઘાયલ થયો છે, જેને જેજે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૉલમાં ફસાયેલા લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યાં છે. Mumbai Mall Fire

મૉલમાં ભીષણ આગને (Mumbai Mall Fire) પગલે નજીકમાં આવેલ 55 માળના ઑર્ચિડ એન્કલેવમાં રહેનારા લગભગ 3500 લોકોને તકેદારીના ભાગરૂપે અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યાં છે. મૉલમાં લાગેલી આ આગને બ્રિગેડ કૉલ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે તેના પર કાબૂ મેળવવા માટે શહેરભરમાંથી તમામ ફાયર ફાઈટરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Debate 2020: ભારતની હવા ખરાબ, ડિબેટમાં બોલ્યા મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ

આ આગ (Mumbai Mall Fire) બીજા માળે લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કરતાં ત્રીજા માળે પહોંચી હતી. જેના પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 24 ગાડીઓ અને 16 જંબો વૉટર ટેન્કર્સનો કાફલો મોકલવામાં આવ્યો હતો.

આ અંગે BMCના વોર્ડ અધિકારીના જણાવ્યા અનુસાર, મૉલના બીજા માળે આવેલ એક દુકાનમાં આગ (Mumbai Mall Fire) લાગી હતી. આગની ઘટનાને પગલે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘાયલ થયેલા ફાયર વિભાગના કર્મચારીની ઓળખ શામરાવ જલન બંજારા તરીકે થઈ છે, હોસ્પિટલમાં જેની હાલત સ્થિર છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. Mumbai Mall Fire