Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીઓ પર મોટી કાર્યવાહી, DGGIના દરોડા, ટેક્સ ચોરીની આશંકા

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીઓ પર મોટી કાર્યવાહી, DGGIના દરોડા, ટેક્સ ચોરીની આશંકા

0
1

ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ દેશની કેટલીક સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી સેવા આપતી કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોનું કહેવું છે કે ડાયરેક્ટોરેટ જનરલે જંગી કરચોરીની આશંકાથી આ કંપનીઓની ઓફિસો અને જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

વઝીરએક્સ (WazirX) ઓફિસ પર દરોડા

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) એ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સર્વિસ પ્રોવાઇડર વઝિરએક્સના પરિસરમાં પણ દરોડા પાડ્યા છે. તાજેતરમાં, મોટા પાયે કરચોરી બદલ કંપની પર 49.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જ્યારે GST વિભાગની મુંબઈ ટીમ વઝિરએક્સની વ્યવસાયિક પ્રવૃત્તિઓની તપાસ કરી રહી હતી, ત્યારે તેણે 40.5 કરોડ રૂપિયાની GST ચોરી પકડી હતી. તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે કંપની પાસેથી દંડ અને વ્યાજ તરીકે કુલ રૂ. 49.20 કરોડ વસૂલ કર્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat