શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. 233 મુસાફરો ભરેલુ ઇન્ડિયો એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પર જ જામી ગયેલા બરફ સાથે ટકરાયુ હતું. આ દૂર્ઘટનાને કારણે શ્રીનગર એરપોર્ટ પર અફરા તફરી મચી ગઇ હતી. જોકે, દૂર્ઘટનામાં કોઇ મુસાફરને કોઇ નુકસાન થયુ નહતું.
કાશ્મીરમાં મોટાભાગના વિસ્તારમાં ભારે બરફને કારણે સફેદ ચાદર છવાઇ ગઇ છે. જેને કારણે મોટા ભાગના રસ્તા બંધ છે અને એરપોર્ટ પર ફ્લાઇટમાં મોડુ થઇ રહ્યુ છે. જોકે, એરપોર્ટને ચલાવવા માટે ભારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ રન વેથી હટાવવામાં આવેલો બરફ એક ખુણામાં જ છોડી દીધુ હતું. જેને કારણે ઇન્ડિગો એરલાઇનના વિમાનનો ભાગ તે બરફ સાથે ટકરાયો હતો.
આ પણ વાંચો: PM મોદીના હસ્તે 16 જાન્યુઆરીએ રસી અભિયાનની શરૂઆત, CO-WIN એપ લોન્ચ થશે
શ્રીનગરથી દિલ્હી જવાનું હતુ વિમાન
જાણકારી અનુસાર ઇન્ડિગોની 6E-2559 નંબરનું આ વિમાન શ્રીનગરથી દિલ્હી ઉડાન ભરવાનું હતું, ત્યારે એન્જિનનો ડાબો ભાગ બરફમાં ફસાઇ ગયો હતો. જેના તુરંત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને આખા વિમાનની તપાસ કરવામાં આવી હતી. જોકે, બાદમાં વિમાનને દિલ્હી રવાના કરવામાં આવ્યુ હતું.