અમદાવાદની માઈકા પ્રિમિયર ઈન્સ્ટિટ્યૂટે તેના ફ્લેગશિપ પ્રોગ્રામ PGDM અને PGDM- કોમ્યુનિકેશન પ્રોગ્રામની 28મી બેચ માટે 2021ની સરખામણીએ સરેરાશ પેકેજમાં 100 ટકા પ્લેસમેન્ટ અને 42 ટકાનો વધારો નોંધાયો છે. સંસ્થાએ તેના સરેરાશ CTCમાં પણ 12 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે ગયા વર્ષે 17 લાખ પ્રતિ વાર્ષિક હતો જે આ વર્ષે 19 લાખ પ્રતિ વર્ષ થયો છે.
આ વર્ષે ટોચના 50 ટકા વિદ્યાર્થીઓની સરેરાશ CTC 23.82 લાખ છે. કુલ 77 કંપનીઓએ માઈકા સાથે સહયોગ કર્યો છે, જેમાંથી 56 ટકા નવી ભરતી કરનારા હતા.
માઈકામાં પ્લેસમેન્ટ દરમિયાન આઈટી સેક્ટર, એનાલિટિક્સ, બેન્કિંગ અને કન્સલ્ટિંગ તેમજ મિડિયા એન્ડ એડવર્ટાઈઝિંગ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો.
Advertisement
Advertisement
Advertisement