GlobalNCAP તરફથી કરવામાં આવેલી ટ્વીટ મુજબ મહિન્દ્ર XUV 300 સેફ્ટીના મામલે 5 સ્ટાર સાથે પ્રથમ નંબરે Mahindra Thar
નવી દિલ્હી: મહિન્દ્રાની થાર એસયૂવીએ ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મેળવી દેશની સૌથી સુરક્ષિત ટોપ 10 કારોમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ લિસ્ટમાં મહિન્દ્ર ગ્રુપ અને તાતાની કારોનો દબદબો જોવા મળી રહ્યો છે. જોકે દેશના કાર માર્કેટમાં સૌથી વધુ ભાગીદારી રાખતી કંપની મારૂતિ સુરુકીની માત્ર એક કાર જ ટોપ 10માં છે. GlobalNCAP તરફથી કરવામાં આવેલી ટ્વીટ મુજબ મહિન્દ્ર XUV 300 સેફ્ટીના મામલે 5 સ્ટાર સાથે પ્રથમ નંબરે છે. એજન્સીએ બીજા નંબરે તાતા મોટર્સની જ તાજેતરમાં લોન્ચ થયેલી કાર Tata Altrozને સ્થાન આપ્યું છે. તે સિવાય ત્રીજા સ્થાને Tata Nexon છે અને ચોથા સ્થાને મહિન્દ્રા થાર છે. Mahindra Thar
તે સિવાય તાતા ગ્રુપની ટિયાગો અને Tata Tigor જેવી કાર પણ લિસ્ટમાં સામેલ છે. મારૂતિ સુઝુકીની માત્ર વિટારા બ્રેઝાને આ યાદીમાં સ્થાન મળ્યું. બ્રેઝાને 4 સ્ટાર મળ્યા છે અને તે 10મા ક્રમાંકે છે. તે સિવાય મારુતિ સુઝુકીની અર્ટિગા 12મા ક્રમે છે. આ કારને ક્રેશ ટેસ્ટમાં ત્રણ સ્ટાર મળ્યા છે. દેશની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ આ યાદીમાં 17મા ક્રમાંકે છે. આ કારને ક્રેશ ટેસ્ટમાં માત્ર બે સ્ટાર મળ્યા છે. મારુકિ સુઝુકીની વેગનઆર બે સ્ટાર સાથે 19મા ક્રમાંકે છે. Mahindra Thar
આ પણ વાંચો: માત્ર ₹3,555ના હપ્તામાં મળી રહી છે Tata Tiago કાર, શાનદાર લૂક અને ફિચર્સ
ટોપ 10 કારોની યાદીમાં તાતા મોટર્સની 5 કાર સામેલ છે અને મહિન્દ્રની 3 કારને તેમાં જગ્યા મળી છે. આ બંને જ ભારતીય કંપનીઓએ કારોની મજબૂતીના મામલામાં પોતાનો દબદબો કામય કર્યો છે. આટલું જ નહીં ફિચર્સમાં અપડેટ સાથે જ આ કંપનીઓએ માર્કેટ શેરમાં પણ પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે. મહિન્દ્રા થારની વાત કરીએ તો આ ગાડીને રોડથી અલગ પણ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. આ જ કારણે આ કારને ઇન્ડિયન ઓફ-રડારનો પણ ખિતાબ આપવામાં આવ્યો છે. Mahindra Thar
Today's crash test result shows a growing vehicle safety trend in the Indian car market, which combines minimum regulatory requirements with the purchasing power of #SaferCarsForIndia informed consumers, helping to drive demand for ever safer vehicles. https://t.co/h8Eo7VGYor pic.twitter.com/ClXLEeYJfQ
— GlobalNCAP (@GlobalNCAP) November 25, 2020
ઉલ્લેખનીય છે કે મહિન્દ્ર થારે એડલ્ટ અને ચાઇલ્ડ ઓક્યુપેન્ટ્સ બંને જ મામલે 4 સ્ટાર મેળવ્યા છે. આ કારમાં ડ્રાઇર અને કો-ડ્રાઇવર બંને માટે જ એરબેગની સુવિધા આપવામાં આવી છે. ગ્લોબલ NCAP ટેસ્ટ રિપોર્ટ મુજબ થારને ક્રેશ ટેસ્ટમાં ડ્રાઇવર અને યાત્રિઓના માથા અને ગર્દન પર વધારે અસર નથી દેખાઇ. Mahindra Thar