Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અમદાવાદમાં કરફ્યુના પગલે મહેસાણા એસટી ડિવિઝને 48 રૂટ બંધ રાખ્યા

અમદાવાદમાં કરફ્યુના પગલે મહેસાણા એસટી ડિવિઝને 48 રૂટ બંધ રાખ્યા

0
16

અમદાવાદ: ગુજરાત સરકારે કોરોના વાઈરસની (Corona Virus) સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કરફ્યુનો (Night Curfew In Gujarat Cities) નિર્ણય કર્યો છે. જ્યારે અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ (Ahmedabad Curfew) લાગૂ કરવામાં આવ્યું છે. જેને પગલે એસટી બસોને (Gujarat ST Bus Services) પણ અમદાવાદમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. આથી મહેસાણા એસટી ડિવિઝન તરફથી અમદાવાદ તરફ અવરજવર કરતા 48 જેટલા બસ રૂટને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણાથી અમદાવાદ તરફ મોટી સંખ્યામાં મુસાફરો એસટી બસોમાં (Gujarat ST Bus Serveces) અપડાઉન કરતાં હોય છે. જો કે આજે રાતથી અમદાવાદ-મહેસાણા વચ્ચે દોડતી બસોના 48 જેટલી બસોના રૂટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત બેચરાજી ડેપોના 3, ચાણસ્મા ડેપોથી 6, હારિજના 4, કડી-4, ખેરાલુ-3, કલોલ-1, મહેસાણા-6, પાટણ-9, ઊંઝા-9, વડનગરના 2 અને વિસનગર ડેપોના એક રૂટનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં કોરોના બેકાબુ (Corona Outbreak In Ahmedabad) બનતા મૂકવામાં આવેલા કરફ્યુના (Ahmedabad Curfew) પગલે દિવાળીના તહેવારો દરમિયાન મહેસાણાની આસપાસના ગામડે આવેલા મુસાફરોએ અમદાવાદ તરફ દોટ મૂકી હતી. મુસાફરોના ધસારાના જોતા એસટી વિભાગ દ્વારા અમદાવાદ-મહેસાણા રૂટ પર વધારાની 22 બસો પણ દોડાવવામાં આવી હતી.

આ પણ વાંચો: IAS ટૉપર ટીના ડાબી અને અતહર આમિરના લગ્નજીવનમાં ભંગાણ, છૂટાછેટા માટે કરી અરજી

જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને (Corona Outbreak In Ahmedabad) જોતા ગુજરાત સરકારે ગુરુવારે સાંજે શહેરમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ (Night Curfew In Gujarat Cities) લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે મોડી રાત્રે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અમદાવાદમાં 57 કલાકના કરફ્યુની (Ahmedabad Curfew) જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ કરફ્યુ દરમિયાન દૂધ અને દવા વેચતી દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે.