Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગુજરાત પોલીસ બેડામાં TikTokનું ભૂત, મહેસાણા DySp મંજિતા વણઝારાનો પણ વીડિયો વાયરલ

ગુજરાત પોલીસ બેડામાં TikTokનું ભૂત, મહેસાણા DySp મંજિતા વણઝારાનો પણ વીડિયો વાયરલ

0
12140

આજકાલ લોકોને મોબાઈલ એપ્લિકેશન TikTokનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં એક પછી એક પોલીસ અધિકારીઓના TikTok વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસો પહેલા જ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો TikTok વીડિયો વાયરલ થયો હતો. જે બાદ મહેસાણા DySp મંજિતા વણઝારાએ અર્પિતાને સસ્પેન્ડ કરી દીધી હતી, પરંતુ હવે યોગાનુયોગ મંજિતા વણઝારાનો પણ TikTok વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, મંજિતા વણઝારા (Manjita Vanzara) ગુજરાત પોલીસ બેડામાં એક જાણીતુ નામ છે. તેઓ અત્યારે મહેસાણામાં DySp તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જો કે જે વીડિયો વાયરલ થયો છે તે સિવિલ ડ્રેસમાં છે અને મળતી માહિતી પ્રમાણે આ વીડિયો મંજિતાના ઘરે શૂટ કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ TikTok પાછળ પાગલ, હવે વડોદરાના PSIનો વીડિયો વાયરલ